મલાઈકાની જેમ જ સલમાન ખાનના ભાઈની વિદેશી ફટકડી પણ છે ટેટુ બનાવવાનો શોખ, પરંતુ કોણ કોના ઉપર છે ભારે ?
ફિલ્મી દુનિયાની અંદર રિલેશનશપ બંધાય પણ છે અને તૂટે પણ છે, એવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે, ત્યારે એક કિસ્સો જગ જાહેર છે, અને તે છે સલમાનની ભાભી અને અરબાઝ ખાનની પત્ની મલાઈકા અરોરાનો. મલાઈકા આજે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે તો બીજી તરફ સલમાનનો ભાઈ અરબાઝ વિદેશી અભિનેત્રી જોર્જિયા સાથે રિલેશનમાં છે.
મલાઈકા અને જોર્જિયા બંને ખુબ જ સુંદર છે. બંનેને ટેટુ બનાવવાનો ખુબ જ શોખ છે, ત્યારે ચાહકોના દિલમાં પણ જાણવાની ઈચ્છા થાય કે કોણ કોના ઉપર ભારે છે ? તો આજે અમે તમને જોર્જિયાનાં એવા શોખ વિશે જણાવીશું જે જાણીને તમે પણ હેરાન રહી જશો.
અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને મોટા અને વધારે ડિઝાઈનર ટેટુ બનાવવાનો શોખ છે. જોર્જિયાએ એવા એવા ટેટુ બનાવ્યા છે જેને તેની તસ્વીરોમાં ઝૂમ કર્યા વગર પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
જોર્જિયાએ પોતાના જાંઘની પાછળ એક મોટું પતંગિયા આકારનું ટેટુ બનાવડાવ્યું છે. જેને તેને ડિઝાઈનર લુક પણ આપ્યો છે. જોર્જિયા જયારે જયારે રિવીલિંગ કપડાં પહેરે છે ત્યારે ત્યારે તેનું આ ટેટુ એક્સપોઝ થતી જોવા મળે છે.
આ ઉપરાંત અરબાઝની પરમેઇક જોર્જિયાએ પોતાની કમર ઉપર પણ ખુબ જ સુંદર ટેટુ બનાવડાવ્યું છે જે ઘણીવાર નજર આવે છે. જોર્જિયાએ પોતાની કમર ઉપર “LOVE” લખાવ્યું છે, સાથે જ કેટલાક ફૂલ પણ ચીતરાવ્યા છે.
વાત કરીએ અરબાઝની એક્સ વાઈફ મલાઈકા અરોરાની તો તેને જોર્જિયાનું સરખામણીમાં નાના અને ટેક્સ્ટ ટાઈપના ટેટુ બનાવવાનું વધારે પસંદ છે. મલાઈકાએ પોતાની આંગળી ઉપર અને કાંડા ઉપર નાના નાના ટેટુ બનાવ્યા છે. જે તસ્વીરોને ઝૂમ કર્યા ઉપર જ તમે જોઈ શકશો.
જે રીતે જોર્જિયાએ તેની કમર ઉપર લવ લખાવ્યું છે તે જ રીતે રબાઝની પૂર્વ પત્ની મલાઈકા અરોરાએ પણ પોતાની આંગળીઓ ઉપર લવ લખાવ્યું છે. જે મલાઈકાની તસવીરોમાં પણ ફ્લોન્ટ થતું જોવા મળે છે.
મલાઈકાએ તેની કમર ઉપર પણ ટેટુ બનાવ્યું છે. તેને પોતાની કમર ઉપર ત્રણ પક્ષીઓ દોરાવ્યા છે. જેનો અર્થ આઝાદ પણ કાઢી શકાય છે. મલાઈકા અને જોર્જિયા બંને ટેટુની ખુબ જ શોખીન છે અને તેમની ઘણી તસ્વીરોમાં તેમનો આ શોખ પણ ફ્લોન્ટ થતો જોવા મળે છે.