મલાઇકા અરોરાનો સૌથી બોલ્ડ લુક આવ્યો સામે, અદાઓ જોઇ દિલ સંભાળવુ થશે મુશ્કેલ

૪૭ વર્ષે પણ મલાઇકા ભાભી કરાવે છે આવું કાતિલ ફોટોશૂટ, જેને જોયું એ ચકિત થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાતી રહે છે. તે તેના જીમ લુક અને તેના પાર્ટી લુકને લઇને ખૂબ ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરીએકવાર મલાઇકા અરોરાએ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. મલાઇકાના આ અંદાજને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

મલાઇકાએ ગોલ્ડન વન શોલ્ડર ગાઉનમાં ફોટોશૂટ કરાવી ચાહકોની ઊંઘ ઉડાડી દીધી છે. મલાઇકા અરોરા જલ્દી જ એક રિયાલિટી શોનો ભાગ બનવાની છે. આ શોનું નામ “સુપર મોડલ ઓફ ધ યર સિઝન-2” છે. મલાઇકાનો આ શોથી જે લુક સામે આવ્યો છે, તે ઘણો કાતિલાના છે.

મલાઇકા ફિલ્મોમાં ભલે એક્ટિવ ન હોય પરંતુ તે ટીવી શોમાં ઘણીવાર જજની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. મલાઇકાએ તેની શાનદાર તસવીરો સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. મલાઇકા આ તસવીરોમાં ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે.

મલાઇકાએ હાઇ હિલ્સ પહેરેલી છે અને તેણે ખુલ્લા વાળ સાથે ઘણા આકર્ષક અને શાનદાર પોઝ આપ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મલાઇકાની આ તસવીરો જોતા લાગે છે કે તે 47 વર્ષે પણ તે બોલિવુડની યંગ અભિનેત્રીઓને ફિટનેસ બાબતે માત આપે છે.

મલાઇકા પોતે પણ એક મોડલ રહી ચૂકી છે અને “સુપર મોડલ ઓફ ધ યર સિઝન-2” માટે તેણે એક મોડલ વાળો લુક તૈયાર કર્યો છે. આ શો 22 ઓગસ્ટથી પ્રસારિત થવાનો છે. આ શોમાં મલાઇકા ઉપરાંત મિલિંદ સોમન અને અનુષા દાંડેકર પણ જોવા મળશે.

મલાઇકાએ બોલિવુડ ફિલ્મોમાં તેના સ્પેશિયલ સોન્ગથી એક જબરદસ્ત ઓળખ બનાવી છે. તેણે “છૈયાં છૈયાં” “મુન્ની બદનામ” “અનારકલી” જેવા ઘણા સુપરહિટ સોન્ગ આપ્યા છે. મલાઇકા ઘણીવાર તેના લુક્સ, સ્ટાઇલ અને ફેશન સેંસથી લોકોનું ધ્યાન ખેંચે છે.

મલાઇકા ઘણા શોને જજ કરી ચૂકી છે, જેમાં “ઇંડિયા ગોટ ટેલેંટ” અને “ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર” સામેલ છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Shah Jina