પાર્ટીમાં એવી રીતે બની ઠનીને પહોંચી મલાઇકા અરોરા કે અર્જુન કપૂર તો જોતો જ રહી ગયો, બોલિવુડના ઘણા સ્ટાર્સ પણ થયા સામેલ- જુઓ તસવીરો

મલાઈકા અરોરાએ ગઈકાલે રાત્રે વર્લીના Opa Kipos માં એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં સમગ્ર વાતાવરણ સ્ટાર્સની ચમકથી ઝગમગી ઉઠ્યું હતું. આ પાર્ટીમાં મલાઈકાનો પુત્ર અરહાન, બોયફ્રેન્ડ અર્જુન કપૂર, તેની બહેન અંશુલા કપૂર, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, ફરહા ખાન જેવી ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી.મલાઈકા અરોરાની સ્ટાઈલ અદ્દભુત છે, સાથે જ હસીનાએ પોતાની ઉંમરને મુઠ્ઠીમાં રાખી છે.

ઉંમર ભલે વધી રહી છે પણ સ્ટાઇલ ઘટવાનું નામ નથી લઈ રહી. સ્ટાઈલનું બીજું નામ મલાઈકા અરોરા છે, જે ફરી એકવાર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. ઓરેન્જ શોર્ટ ડ્રેસમાં મલાઇકા અદ્ભુત લાગી રહી હતી. મલાઈકા તેની સ્ટાઈલે ફરી એકવાર દરેકના દિલ છીનવી લીધા હતા. પરંતુ અર્જુન કપૂર હતો જે સૌથી વધુ ઘાયલ હતો. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી, જેમાંથી એક અર્જુન કપૂર હતો.

મલાઈકાએ ફરી એકવાર અર્જુનને પોતાની સ્ટાઈલથી ઘાયલ કર્યો હતો. મલાઈકા બોલિવૂડની સ્ટાઈલ આઈકોન છે. 48 વર્ષની ઉંમરમાં પણ તેણે જે રીતે પોતાની જાતને જાળવી રાખી છે તે પ્રશંસનીય છે અને સમગ્ર બી-ટાઉનમાં તેની ચર્ચા છે. ખાસ વાત એ છે કે મલાઈકા ન તો મોટી અભિનેત્રી છે અને ન તો ફિલ્મોમાં વધારે જોવા મળે છે પરંતુ તેમ છતાં મલાઈકા પેપરાજીઓની ફેવરિટ છે. લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું તે મલાઈકા સારી રીતે જાણે છે,

તેથી તે કોઈ પણ તક જવા દેતી નથી. આ વખતે પણ તેણે આવું જ કર્યુ. મલાઈકા આ પાર્ટીમાં ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. જેની સામે દરેક સ્ટાર ફિક્કા લાગી રહ્યા હતા. પરંતુ પાર્ટીમાં કોઈ બીજું હતું જે દરેકનું આકર્ષણ રહ્યું. મલાઈકા અરોરાએ કેમેરા સામે ઘણા સુંદર પોઝ આપ્યા હતા અને તેની દરેક સ્ટાઈલ આકર્ષક લાગી રહી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન પણ પહોંચ્યો હતો. અરહાને પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

જો કે ત્યાં બધા અર્જુન કપૂરની રાહ જોઈ રહ્યા હતા. લોકો જોવા માંગતા હતા કે ગર્લફ્રેન્ડ મલાઈકાની આ પાર્ટીમાં અર્જુનની સ્ટાઈલ કેવી લાગી રહી છે. માત્ર અર્જુન કપૂર જ નહીં, અભિનેતાની બહેન અંશુલા કપૂર પણ મલાઈકાની ડિનર પાર્ટીનો ભાગ બની હતી. જો કે, સ્ટાર્સથી ભરપૂર મેળાવડામાં જે સેલિબ્રિટીએ દરેકની નજર ખેંચી હતી તે બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હતી.

આ પાર્ટીમાં ગૌરી ખાનની સાથે મહિપ કપૂર અને સીમા ખાન પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અર્જુનની બહેન અંશુલાની ઘણી તસવીરો સામે આવી છે. અંશુલા પણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ ડિનર પાર્ટીમાં મલાઈકા અરોરાની નજીકની મિત્ર સોફી ચૌધરી પણ જોવા મળી હતી. સોફી ચૌધરીએ કેમેરા સામે ઘણા મનમોહક પોઝ પણ આપ્યા હતા. સંજય કપૂર અને તેની પત્ની મહિપ કપૂર કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

ફરાહ ખાન અને ગૌરી ખાન એક સાથે કેમેરામાં કેદ થયા હતા. શાહરૂખ ખાનની પત્ની ગૌરીની પણ મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ્સમાં ગણતરી થાય છે. ફરાહ ખાન અને ગૌરી ખાન કેમેરા સામે ધૂમ મચાવતી જોવા મળી હતી. જણાવી દઈએ કે આ પાર્ટી મલાઈકાએ ખાસ કારણસર રાખી હતી. હકીકતમાં, મલાઈકા એસેસરીઝ બ્રાન્ડ Ahikoza માં ઇન્વેસ્ટર બની ગઈ છે

અને તેણે નમ્રતા કરાડ સાથે હાથ મિલાવ્યો છે. જે ખુશીમાં તેણે પોતાના પ્રિયજનો સાથે મળીને આ ખાસ પ્રસંગની ઉજવણી કરી હતી. મલાઈકાની આ ડિનર પાર્ટીમાં તેની બહેન અમૃતા અરોરા પણ તેના પતિ સાથે જોવા મળી હતી.

Shah Jina