વરસતા વરસાદમાં પણ સ્પોર્ટ્સ બ્રા પહેરી જીમ પહોંચી મલાઇકા અરોરા, ભારે વરસાદમાં છત્રી લઇને પહોંચી જીમ

વરસતા વરસાદમાં પણ સ્પોર્ટ્સ બ્રા પહેરી જીમ પહોંચી મલાઇકા અરોરા, લોકોએ કહી- ઓવર એક્ટિંગની દુકાન, જુઓ વીડિયો

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે. હાલમાં મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકા વરસાદમાં રસ્તા પર દોડતી જોવા મળે છે.

આ દરમિયાન મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી હતી. મલાઈકાની આ તસવીરો અને વીડિયો જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો. મલાઈકા અરોરા બ્લેક જેગિંગ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી હતી. તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વરસાદથી બચવા માટે મલાઈકાએ એક હાથમાં છત્રી પકડી છે. મલાઈકાએ બેગ અને ચપ્પલ વડે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો, આ દરમિયાન મલાઈકા પેપરાજી સામે વેવ કરતી પણ જોવા મળી હતી. સ્લીક પોનીટેલમાં તેણે તેના વાળને બાંધ્યા હતા અને તે આ દરમિયાન નો મેકઅપ લુકમાં સિંપલ જોવા મળી રહી હતી.

મલાઇકાનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં મલાઈકા અરોરાની આ હાલત જોઈને બધા ચોંકી ગયા છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. મુંબઈમાં અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે પરંતુ ફિટનેસ ફ્રીક અભિનેત્રી મલાઈકા અરોરા આવા વરસાદમાં પણ જીમ જવાનું ભૂલી રહી નથી. તમને જણાવી દઈએ કે મલાઈકા આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે ફેમસ છે. તેણે પોતાની અનોખી ફેશન સેન્સથી ઈન્ડસ્ટ્રીમાં ઘણા ટ્રેન્ડ સેટ કર્યા છે.

મલાઈકા તેની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે અને વરસાદ હોય કે તડકો તે વર્કઆઉટ મિસ નથી કરતી. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના લાખો ફેન્સ તેના લુક પર મરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેના લુક, સ્ટાઈલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરા પોતાને ફિટ રાખવા માટે જીમમાં વર્કઆઉટ કરે છે. હાલમાં જ મલાઈકા અને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને મોસ્ટ સ્ટાઇલિશ કપલનો એવોર્ડ પણ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાન ખાનના ભાઈ એક્ટર અને ડિરેક્ટર અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. થોડા દિવસો પહેલા અર્જુનના જન્મદિવસ પર કપલ ક્વોલિટી ટાઈમ વિતાવવા પેરિસ પહોંચ્યુ હતુ. અર્જુન અને મલાઈકા ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

Shah Jina