સામાન્ય માણસ જેમ બોલીવુડના સેલેબ્સમાં પણ દિવાળીનો ક્રેઝ જોવા મળે છે. દિવાળ ઉપર ઘણા બધા સેલેબ્સ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરતા હોય છે ત્યારે એવા જ એક બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે તેમના ઘરે ભવ્ય ડિનર અને દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં અર્જુન કપૂરથી લઈને મલાઈકા અરોરા અને બોની કપૂર સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. ટ્રેડિશનલ લુકમાં તમામ સિતારાઓ અદભૂત લાગી રહ્યા હતા. તો ચાલો જોઈએ અનિલ કપૂરના ઘરે પાર્ટીમાં કોઈ કોને કોને હાજરી આપી હતી તેના પર એક નજર કરીએ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરના ઘરે ભવ્ય દિવાળી પાર્ટી આપવામાં આવી હતી, જેમાં જાહ્નવી કપૂર, ખુશી કપૂર, અંશુલા કપૂર, અર્જુન કપૂર, રિયા કપૂર, શનાયા કપૂર સહિત સમગ્ર પરિવારે હાજરી આપી હતી. પરંતુ ખુશી કપૂરના જન્મદિવસના કારણે આ પાર્ટી વધુ ખાસ બની હતી.
આ પ્રસંગે બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે તેના જન્મદિવસની કેક કાપીને આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. જેની તસવીર તેની કઝીન બહેન રિયા કપૂરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું, ‘હેપ્પી બર્થ ડે ખુશી’.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ આ જન્મ દિવસની પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અર્જુન કપૂર મલાઈકા અરોરાને સાચવતો પણ જોવા મળ્યો હતો. બંનેની જોડી પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.
આ દરમિયાન અર્જુન કપૂર બ્લેક કપડામાં નજર આવ્યો હતો, તો મલાઈકા પિન્ક સાડીમાં નજર આવી હતી, બંનેની જોડી પણ ખુબ જ શાનદાર લાગી રહી હતી. ચાહકો પણ તમેની તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ પાર્ટીમાં અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે અનિલ કપૂરના ઘરે આયોજિત દિવાળી પાર્ટીની તસવીરો શેર કરી છે. જેમાં દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જાહ્નવીએ લીલા રંગની ખુબ જ સુંદર સાડી પહેરી છે, જ્યારે ખુશી કપૂર પીચ કલરના લહેંગા ટોપમાં જોવા મળી રહી છે.
આ પાર્ટીમાં બોની કપૂર પણ તેમની બંને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે નજર આવ્યા હતા. તેમને પણ કેમેરા સામે ખુબ જ શાનદાર પોઝ આપ્યા હતા.
તો સાડીની અંદર શનાયા કપૂર પણ ખુબ જ શાનદાર દેખાઈ રહી હતી. શનાયાનો લુક પણ ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેની તસવીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.