અર્જુન કપૂરની બહેન જાહ્નવી અને મલાઇકા અરોરા પહોંચી રેસ્ટોરન્ટ, બહાર થઇ રહ્યો હતો રિમઝિમ વરસાદ

ફાટેલા કપડાં અને ટૂંકા ટૂંકા ડ્રેસમાં દેખાઈ બોલીવુડની આ દિગ્ગજ હસીનાઓ..જુઓ PHOTOS

મલાઇકા જયારે જયારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેનો અંદાજ જોવાલાયક હોય છે. કોઇની પણ નજર તેના પર અટકી જાય છે. હાલમાં જ મલાઇકાને પેપરાજી દ્વારા મુંબઇના એક પોશ રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. આ અંદાજમાં તો બધા તેને જોતા જ રહી ગયા હતા.

મલાઇકા મુંબઇના મીઝુ રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચી  હતી. મલાઇકાએ આ દરમિયાન રિપ્ડ જીન્સ, વ્હાઇટ બ્રાલેટ અને સ્ટાઇલિશ જેકેટ પહેર્યુ હતુ. જણાવી દઇએ કે, મલાઇકાનું આ જીન્સ ઘણુ જૂનુ છે, તે ઘણીવાર આ જીન્સને કેરી કરી તેનો સ્ટાઇલિશ અંદાજ ચાહકો સામે રજૂ કરતી હોય છે.

મલાઇકા ઉપરાંત અર્જુન કપૂરની બહેન જાહ્નવી કપૂર પણ રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઇ હતી. જયાં પહેલાથી જ પેપરાજીઓ હાજર હતા અને આ પેપરાજીઓએ મલાઇકા અરોરા અને જાહ્નવી કપૂરની ઘણી તસવીરો પોતાના કેમેરામાં ક્લિક કરી હતી. વરસાદના કારણે બંને અભિનેત્રીએ છત્રીમાં રેસ્ટોરન્ટ બહાર આવી હતી.

જાહ્નવી અને મલાઇકા બંને બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક છે. બંને તેમની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. બંને વચ્ચે એક કનેક્શન એ છે કે, જાહ્નવી કપૂરનો ભાઇ અર્જુન કપૂર મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યો છે. મલાઇકા હોય કે જાહ્નવી બંનેનો જીમ, યોગા ક્લાસ કે અન્ય કોઇ પણ જગ્યાએ બોલ્ડ અને સ્ટાઇલિશ અંદાજ પેપરાજીના કેમેરામાં કેદ થતો હોય છે.

જાહ્નવીના લુકની વાત કરીએ તો, જાહ્નવીએ વ્હાઇટ શોર્ટ ડ્રેસ કેરી કર્યો હતો. આ લુકમાં જાહ્નવી ઘણી ગોર્જિયસ લાગી રહી હતી. બંને પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. જાહ્નવીએ તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને હાઇ હિલ્સ કેરી કરી હતા. મુંબઇના વરસાદથી બચતા જાહ્નવી તેની કાર સુધી પહોંચી અને આ દરમિયાન તેની ખૂબસુરત તસવીરો ક્લિક થઇ હતી.

જાહ્નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યા બાદ તેની ફિટનેસ પ્રત્યે ઘણી મહેનત કરે છે. ત્યાં મલાઇકા યોગ અને વર્કઆઉટ કરવામાં માહેર છે. બંને તેમનુ વર્કઆઉટ કયારેક જ મિસ કરતી હશે. જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ  તો, આ દિવસોમાં જાહ્નવી પાસે ઘણી ફિલ્મો છે.

મલાઇકા આ દિવસોમાં એમટીવી શો સુપરમોડલ ઓફ ધ યરને લઇને ઘણી ચર્ચામાં છે. મલાઇકા અને જાહ્નવી બંને સોશિયલ મીડિયા ક્વીન છે. તે બંનેની ગ્લેમરસ તસવીરો ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. આ ઉપરાંત બંનેના ફોટોશૂટની તસવીરો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે.

Shah Jina