બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા ટિનસેન ટાઉનની સૌથી ચર્ચિત બહેનોમાંની એક છે. અરોરા સિસ્ટર્સ જયારે પણ બહાર નીકળે છે ત્યારે તેમની તસવીરો ચર્ચામાં આવી જાય છે. હાલમાં જ બંને બહેનો ડિનર ડેટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન મલાઇકાએ ક્રોપ્ડ સ્વેટર સાથે બ્રાઉન લેધર પેન્ટ પહેર્યુ હતુ, જેમાં તે ઘણી જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે તેના લુકને બ્રાઉન હીલ્સ અને મિનિમલ મેકઅપ તેમજ ખુલ્લા વાળ સાથે કંપલીટ કર્યો હતો.
અમૃતા અરોરાના લુકની વાત કરીએ તો, તે બ્લૂ કલરના શોર્ટ્સમાં જોવા મળી હતી. આ સાથે તેણે બ્લેક પોઇન્ટ હીલ બુટ્સ પહેર્યા હતા અને ક્રિશ્ચિયન ડોરનું હેન્ડબેગ પણ કેરી કર્યુ હતુ. અરોરા સિસ્ટર્સે કાતિલાના અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. મલાઇકા અને અમૃતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ તેમની તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, અમૃતા અરોરા ફિલ્મોથી દૂર છે. જો કે, તે બોલિવુડની પાર્ટીઓમાં સ્પોટ થતી હોય છે. ત્યાં જ મલાઇકા આ દિવસોમાં ફિલ્મોથી દૂર રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. મલાઇકા તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
અવાર નવાર બંનેને એક સાથે લંચ કે ડિનર ડેટ પર કે પછી કયાંક વેકેશન પર જતા સ્પોટ કરવામાં આવે છે. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. અર્જુન કપૂરની વાત કરીએ તો તે છેલ્લે સૈફ અલી ખાન સાથે ભૂત પોલિસમાં જોવા મળ્યો હતો. તે ફિલ્મોમાં એક્ટિવ છે. મલાઇકાની વાત કરીએ તો, મલાઇકા ફિટનેસ ફ્રીક છે.આ ઉંમરે પણ તેણે તેની ફિટનેસને એવી રીતે જાળવી રાખી છે લોકોને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.