મનોરંજન

આખરે “તારક મહેતા”ને મળી જ ગયા નવા ‘નટુકાકા’ ? હવે ગડા ઇલેકટ્રોનિક્સમાં જેઠાલાલ સાથે આ વ્યક્તિ આવી શકે છે નજર

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. \આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે.  “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે.

શોના નટ્ટુ કાકાનું થોડા સમય પહેલા જ કેન્સરને કારણે અવસાન થયું હતું. તારક મહેતામાં દરેક પાત્રનું દર્શકોના મનમાં એક અલગ સ્થાન છે, જ્યારે તેઓને બદલવામાં આવે છે, ત્યારે જૂના પાત્રની જગ્યા ભરવામાં ઘણો સમય લાગે છે. ત્યાં, તારક મહેતાની ટીમને નવા નટ્ટુ કાકાની શોધમાં ઘણો સંઘર્ષ કરવો પડશે. નટ્ટુ કાકા શોની શરૂઆત સાથે જોડાયેલા હતા. હવે દર્શકો નટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. ત્યારે હવે ચર્ચા છે કે તારક મહેતાના મેકર્સે શો માટે નવો નટ્ટુ કાકા શોધી કાઢ્યા છે.

સોશિયલ મીડિયા હાલમાં પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં એક વરિષ્ઠ અભિનેતા ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેની આ તસવીર જોઈને લાગે છે કે આ તસવીરટો શોના ગડા ઈલેક્ટ્રોનિક્સની અંદરની છે. ઈન્સ્ટાગ્રામની આ પોસ્ટ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં દિવંગત અભિનેતા ઘનશ્યામ નાયક એક તરફ છે અને બીજી તરફ અન્ય વરિષ્ઠ અભિનેતા છે. તેના કેપ્શનમાં લખ્યું છે- ‘તો તમે શું વિચારો છો’.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ નટ્ટુ કાકાની ભૂમિકા ભજવવા માટે નવા અભિનેતાની શોધમાં છે. જોકે, ટીમ દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. શોના સોશિયલ મીડિયા પર ઘણા ફેન ક્લબ છે. આ ફેન ક્લબમાંથી એકે દાવો કર્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નવા નટ્ટુ કાકા મળી ગયા છે. ફેન ક્લબે નવા નટુ કાકાની તસવીર પણ પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by | | ™ (@jehtho)