પુરાણોમાં સ્વસ્તિક(સાથિયો)ને લક્ષ્મીજી અને ગણેશજીનું પ્રતીક માનવામાં આવ્યું છે. સ્વસ્તિક સંસ્કૃતના ‘સુ’ અને ‘અસ્તિ’ને મેળવીને બન્યો છે શુભ એટલે કે સારું અને અસ્તિનો અર્થ થાય છે કે શુભ અથવા કલ્યાણકારી હોવું. સ્વસ્તિકથી પરિવાર, ધન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ખતમ થઇ જાય છે. સ્વસ્તિકમાં લક્ષ્મીજીના પ્રતિકનુ ચિન્હ છે.

સ્વસ્તિકથી થશે મનોકામના પૂરી:
મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવાથી લાંબા સમયથી ફસાયેલા કામો પૂરા થાય છે, કામ પૂરું થયા પછી એ જ મંદિરમાં સીધો સ્વસ્તિક બનાવી દો. પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવા માટે પણ ગોબર(ગાયનું છાણ)કે કંકુનો ઊંધો સ્વસ્તિક બનાવો અને ઈચ્છા પૂરી થવા પર એ જ જગ્યા પર સીધો સ્વસ્તિક બનાવો.આજે તમને જણાવીશું કે સ્વસ્તિકને ઘરમાં કઈ જગ્યાએ બનાવવાથી સુખ સમૃદ્ધિ બની રહેશે અને ધનહાનિ નહીં થાય.

1.ઘરના મંદિર કે કોઈ પણ મંદિરમાં સ્વસ્તિક બનાવીને તેના પર પાંચ અનાજ મૂકીને દીવો કરવાથી મનોકામના જલ્દી પૂરી થાય છે.

2. ઘરના ખૂણામાં સ્વસ્તિક બનાવો:
સાત ગુરૂવાર ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાજળ છાંટીને ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવો અને પૂરા દિલથી તેની પૂજા કરવી અને ત્યાં ગોળનો ભોગ લગાવો. આવું કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થશે. અને નોકરી અને બિઝનેસમાં કોઈપણ સમસ્યા આવતી હશે તે પણ જલદી દૂર થશે.

3.ઘરના મંદિર પર સ્વસ્તિક બનાવીને તેના પર ઇષ્ટદેવની મૂર્તિ મૂકીને પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.
4. મૂર્તિની નીચે સ્વસ્તિક બનાવો:
કહેવામાં આવે છે કે સ્વસ્તિક ઉપર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ રાખવામાં આવે તો તે જલદી પ્રસન્ન થાય છે. એટલા માટે ઘરમાં ઈષ્ટદેવની પૂજા કરતાં પહેલાં તેના સ્થાન પર સ્વસ્તિક બનાવો. કારણ કે તે શુભ માનવામાં આવે છે અને ભગવાન જલદી પ્રસન્ન થાય છે.

5.ઘરની બહાર કંકુ, સિંદૂરથી રંગોળી કે સ્વસ્તિક બનાવવાથી દેવી-દેવતા ખુશ થાય છે, અને તેમની કૃપા તમારા ઘર પર બની રહે છે.
6. દિવાલ પર હળદરથી સ્વસ્તિક બનાવો:
સુખ-શાંતિ બનાવવા માટે ઉત્તર-પૂર્વ દિશાની દિવાલ ઉપર હળદરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે.

7. રાતે જો તમને સારી ઊંઘ ન આવતી હોય તો ઘરના મંદિરમાં પહેલી આંગળીથી સ્વસ્તિક બનાવો, જેનાથી ખરાબ સપના આવતા બંધ થઇ જશે, અને ઊંઘ પણ સારી આવશે.
8.છાણનો સ્વસ્તિક બનાવો:
જો તમે છાણથી સ્વસ્તિક બનાવશો તો ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે તેમ જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા નહીં થાય. છાણથી સ્વસ્તિક બનાવવાથી ઘર પર હંમેશા પિતૃઓના આશીર્વાદ બનેલા રહેશે.

9.ઘરના ઉંબરા પર બંને બાજુ સ્વસ્તિક બનાવો અને તેની પૂજા કરો. સ્વસ્તિક પર ચોખાનો ઢગલો કરો અને એક એક સોપારી પર નાળાછળી બાંધીને તેને ચોખાના ઢગલા પર મૂકી દો. આ ઉપાયથી ધનલાભ થશે.

10. ઊંધો સ્વસ્તિક બનાવો:
જો તમારી કોઈ મનોકામના છે અને તે લાંબા સમય સુધી હજુ પણ પૂરી થઈ નથી તો તેના માટે મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવો અને જ્યારે પણ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે તે જગ્યા ઉપર જઈને સીધો સ્વસ્તિક બનાવવો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks