Arbaaz Khan With Wife Shura Khan : બોલીવુડમાં ખાન બ્રધર્સ પોતાની અંગત લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમાં પણ અરબાઝ ખાન તેના લગ્ન જીવન અને અફેરને લઈને સતત ચર્ચામાં આવે છે. મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ તેનું અફેર પણ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ થોડા મહિનાઓ પહેલા જ અરબાઝે શૂરા ખાન સાથે લગ્ન બાદ બધી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધા છે. ત્યારે હાલમાં આ કપલ ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યું હતું.
રવિના ટંડન અભિનીત ફિલ્મ ‘પટના શુક્લા’ની સક્સેસ પાર્ટીમાં ફિલ્મના નિર્માતા અરબાઝ ખાન તેની પત્ની શુરા ખાન સાથે પહોંચ્યો હતા. આ દરમિયાન બંને હાથ પકડીને ખૂબ હસતા જોવા મળ્યા હતા. અરબાઝ ખાન અને શુરા ખાને પણ સક્સેસ પાર્ટીમાં પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા.
અરબાઝ ખાન ‘પટના શુક્લા’ની સક્સેસ પાર્ટીમાં ગ્રીન ફુલ સ્લીવ્સ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને પહોંચ્યો હતો. તેની સાથે તેણે સફેદ રંગના સ્નીકર્સ પહેર્યા હતા. અરબાઝ ખાન કેઝ્યુઅલ લુકમાં એકદમ હેન્ડસમ અને ડેશિંગ દેખાતો હતો.
જ્યારે શૂરા ખાન ડાર્ક બ્લુ બોડી હગિંગ આઉટફિટમાં આવી હતી. શૂરા ખાન તેના ટ્યુબ સ્ટાઈલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ તેના વાળ એક પોનીમાં બાંધ્યા હતા અને બંને બાજુથી કેટલીક લટો બહાર કાઢી હતી. શૂરા ખાન બ્લેક હીલ્સ અને લાઇટ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
હંમેશની જેમ, અરબાઝ ખાન અને શુરા ખાને પેપ્સને ખૂબ હસતાં અને શરમાળ પોઝ આપ્યા. અરબાઝ શુરાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેની રોમેન્ટિક સ્ટાઈલ અને બોન્ડિંગ પણ ફેન્સને ખૂબ પસંદ છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ‘પટના શુક્લા’ની સક્સેસ પાર્ટીમાં સામેલ થઈ હતી. જોકે આ પાર્ટીમાં રવિના ટંડન જોવા મળી ન હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટે પણ અરબાઝ ખાન સાથે પોઝ આપ્યો હતો.
View this post on Instagram