આ વર્ષે મકરસંક્રાંતિ પર બની રહ્યા છે 3 દૂર્લભ સંયોગ, આ લોકોનું ખુલી જશે નસીબ

મકરસંક્રાંતિ પર્વ આવવાને હવે થોડા દિવસો જ બાકી છે. ત્યારે દરેક જગ્યાએ તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હિંદુ ધર્મમાં આ તહેવારનું અનોખુ મહત્વ છે. યુવાનો પતંગ ચગાવવા માટે ફીરકી અને અવનવા પતંગોની ખરીદી કરવા લાગ્યા છે.  14 જાન્યુઆરીના દિવસે આ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે.

તો બીજી તરફ જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મકરસંક્રાંતિ પર વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે રોહિણી નક્ષત્રનો ખાસ સંયોગ બની રહ્યો છે. 14 જાન્યુઆરીના દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 8 વાગ્યે અને 18 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રોમાં રોહિણી નક્ષત્રને શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન અને પુજા કરવાથી ઈચ્છિત પરિણામ મળે છે. આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે આનંદાદિ અને બ્રહ્મ યોગ પણ બનવા જઈ રહ્યો છે.

જાણકારોના મતે શુભ કામ કરવા માટે બ્રહ્મ યોગ ઘણો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આનંદાદિ યોગ દરેક પ્રકારની સુખ સંપત્તિ માટે શુભ માનવામાં આવે છે.  આ શુભ યુગ દરમિયાન કરવામાં આવતા કાર્યમાં ક્યારેય કોઈ વિઘ્ન આવતુ નથી.

મકરસંક્રાંતિના દિવસે ગંગા અને યમુના જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. આ ઉપરાંત આ દિવસે તલ-ગોળ અને ખીચડી ખાવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત દાળ, ચોખા અને ખીચડીનું દાન કરવાથી પુણ્ય મળે છે. એટલુ જ નહીં આ દિવસે સૂર્યની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પુર્ણ થાય છે.

YC