2 મહિનાની ત્યજી દેવાયેલી માસુમ બાળકીને વ્હારે આવ્યા મહેશ સવાણી, કહ્યું “બાળકીના માતા પિતા મળે તો પણ તેમને આ બાળક સોંપવું ના જોઈએ !’ જુઓ
સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને લોકો ઉદ્યોગપતિ કરતા દીકરીઓના પાલક પિતા તરીકે વધુ ઓળખે છે, અત્યાર સુધી મહેશ સવાણી કેટલીય પિતા વગરની અનાથ દીકરીઓના પાલક પિતા બનીને તેમના કન્યાદાન કરાવ્યા, આ ઉપરાંત પણ તેમને ઘણા એવા સેવાકીય કાર્યો કર્યા છે જેના કારણે તમેની આખા દેશમાં વાહ વાહ થતી હોય છે.
થોડા સમય પહેલા જ તેઓ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને પોતાના સેવાકીય કાર્યોની વાત કરતા શોના જજ પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને આખા દેશે તેમના આ કામોને વધાવી લીધા હતા અને તમેની પ્રસંશા પણ કરી હતી, ત્યારે હવે મહેશભાઈએ હાલમાં જ એક એવું કામ કર્યું છે જેને ફરીવાર ગુજરાતીઓના દિલ જીતી લીધા છે.
મીડિયા રોપોર્ટ અંસુઅર સુરતમાં આવેલા અડાજણ સ્થિત કેબલ બ્રિજ પાસે એક દંપતી 2 મહિનાની માસુમ બાળકીને ત્યજીને ચાલ્યું ગયું હતું. જેના પર રાહદારીઓની નજર પડતા જ તેમને પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી, બાળકીને હોસ્પિટલમાં NICUમાં રાખીને સી ટિમ દ્વારા તેની દેખરેખર કરવામાં આવી.
પોલીસને આ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા જેમાં એક દંપતી બાળકને તરછોડીને જતું જોવા મળી રહ્યું છે. જેના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી. ત્યારે આ ઘટના અંગેની જાણ હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને પણ થઇ હતી. તેમને આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈને ત્યજી દેવાયેલી બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ દાવર દત્તક લેવાની પણ તૈયારી બતાવી.
મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જો મંજૂરી આપવામાં આવે તો તે આ બાળકીને દત્તક લેવા પણ તૈયાર છે અને આ બાળકીના માતા પિતા મળે તો પણ તેમને આ બાળક સોંપવું ના જોઈએ. તેમને એમ પણ કહ્યું કે પીપી સવાણી ગ્રુપને અને મને આવા ત્યજી દીધેલા બાળકોના લાલન પોષણ કરવાની તક આપે.
આ ઉપરાંત આવી ઘટનાઓ પર રોષ વ્યક્ત કરતા પણ મહેશભાઈએ જણાવ્યું કે લોકો બાળકો માટે બઢાઓ રાખતા હોય છે, માનતાઓ માંગતા હોય છે અને આવા બાળકોને ત્યજી દેનારા લોકોને જાહેરમાં લાવ જોઈએ અને તેમના વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ. તેમને એમ પણ જણાવ્યું કે આવા ત્યજી દેવાયેલા બાળકોને એવા દંપતીઓને આપવા જોઈએ જેમને શેર માટીની ખોટ છે.
View this post on Instagram
આ બાળક કોનું છે અને કયા કારણોસર મૂકી ગયું તે દિશામાં હાલ અડાજણ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ 317 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ તેની જવાબદારી ઉઠાવવાની તૈયારી બતાવી. સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે.