સાઉથ સુપરસ્ટાર મહેશબાબુના પિતાના નિધનમાં સેલેબ્સનો જમાવડો, પુષ્પાની આંખો પણ આંસુઓથી છલકાઈ, જુઓ તસવીરો

મહેશ બાબુના પિતાને અંતિમ વિદાય આપવા માટે સેલેબ્સનો જામ્યો જમાવડો, પ્રભાસ, ચિરંજીવી, અલ્લુ અર્જુન જેવા સુપરસ્ટાર અંતિમ દર્શન કરવા પહોંચ્યા, જુઓ

સાઉથના સુપરસ્ટાર માનવામાં આવતા મહેશબાબુ માટે આ વર્ષ ખુબ જ ખરાબ રહ્યું. બે મહિના પહેલા જ મહેશબાબુની માતાનું નિધન થયું થયુ અને હવે 15 નવેમ્બરે જ તેના પિતાએ  પણ 80 વર્ષની ઉંમરમાં આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તેના પિતા કૃષ્ણા પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત પ્રસ્થાનમ શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા.

મહેશબાબુના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણી દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી, જાણીતા તેલુગુ અભિનેતા એન બાલકૃષ્ણ, તેલંગાણા ભાજપના પ્રમુખ બંદી સંજય કુમારે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પહેલા ચાહકો તેમના પ્રિય અભિનેતાની અંતિમ ઝલક જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક ફેન્સની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. આ પછી પાર્થિવ દેહને જ્યુબિલી હિલ્સ ખાતેના ‘મહાપ્રસ્થાનમ’ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ ઉપરાંત મહેશબાબુના પિતા કૃષ્ણાના અંતિમ દર્શન માટે અભિનેતા પ્રભાસ, નાગા ચૈતન્ય અને રાણા દગ્ગુબાતીએ પણ ઉપસ્થિતિ રહીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પહેલા મેગાસ્ટાર ચિરંજીવી, પાવર સ્ટાર પવન કલ્યાણ, દિગ્દર્શક ત્રિવિક્રમ સાથે વેંકટેશ દગ્ગુબાતી, અલ્લુ અર્જુને પણ પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની આંખો પણ ભીની થયેલી જોવા મળી હતી.

Niraj Patel