મહેસાણામાં દીકરીએ એક ભૂલ કરી અને મોબાઈલ ફાટ્યો- થયું હતું મૃત્યુ….

મોબાઈલ વાપરતા હોવ તો સાવધાન…મોબાઈલ ફાટતા એવો ધડાકો થયો કે સાંભળી ગામ લોકોમાં ગભરાટ ફેલાયો- જાણો શું ભૂલ કરી??

આજના સમયમાં મોબાઇલ તો જાણે કે લોકોની એક મહત્વની જરૂરિયાતમાંની એક બની ગઇ છે. એક સમય એવો હતો જયારે માતા-પિતા નાના નાના બાળકોને મોબાઇલથી દૂર રાખતા હતા અને તેઓને મોબાઇલ આપતા પણ ન હતા. પરંતુ આ સમયે તો કોઇ પણ નાનું બાળક હોય કે મોટા વ્યક્તિ બધાની એક મહત્વની જરૂરિયાત મોબાઇલ બની ગયો છે. ઘણા લોકો તો મોબાઇલમાં ખાવા-પીવાનું અને સૂવાનું પણ ભૂલી જતા હોય છે. પરંતુ મોબાઇલ કયારેક કોઇનો જીવ પણ લઇ શકે છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મોબાઇલને કારણે એક કિશોરીનું મોત થયુ છે.

આ ઘટના મહેસાણાની છે. બુુધવાારના રોજ સવારે બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે એક કિશોરી મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાત કરતી અને તે જ સમયે અચાનક મોબાઇલ ધડાકા સાથે ફૂટ્યો અને કિશોરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ. કિશોરીના મોતથી પરિવાર સહિત ગામમાં શોક છવાઇ ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

કિશોરીનું નામ શ્રદ્ધા હોવાનું સામે આવ્યુ છે, જયારે આ ઘટનામાં કોઇ પણ કાર્યવાહી પરિવાર દ્વારા કરાઇ નથી. ઘટનાને લઇને સમગ્ર ગામમાં ચકચાર  મચી જવા પામી છે. તલાટી દ્વાારા ઘટના સ્થળનું પંચનામુ કરાયુ છે. આ ઘટનાને પગલે ઘરમાં રહેલ સૂકો ઘાસચારો પણ સળગી ઉઠવા પામ્યો હતો અને લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી.

Shah Jina