સ્પામાં ગયેલા યુવક સાથે ફક્ત આટલા રૂપિયામાં માણવા તૈયાર થઈ યુવતી, ભાવ જાણીને ઉડશે હોંશ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાઓનો પર્દાફાશ થતો હોય છે, જેમાંરૂપલલનાઓ દ્વારા સ્પા અને પાર્લરમાં આવતા ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમની સાથે સંબંધો બંધાતી હોવાનો ખુલાસો થાય છે, થોડા સમયમાં જ સુરત અને રાજકોટમાં આવા ગોરખધંધાઓનો પર્દાફાશ થયો છે.
ત્યારે હવે રાજકોટ અને સુરત બાદ મહેસાણામાં પણ પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાથી અમદાવાદ તરફના હાઈવે પર ખારી નદી પાસે વાઈડ એન્ગલ આગળના કોમ્પલેક્સમાં રોયલ એન્ફીલ્ડ બુલેટના શો-રૂમના ઉપરના માળે ચાલી રહેલા ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં પોલીસે રેડ પાડી હતી.

પોલીસે રેડ પાડીને પોતે મોકલેલા ડમી ગ્રાહકને યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પાંચ લલના સાથે સ્પાના સંચાલક અને કર્મચારીને ઝડપી લીધો હતો. આ સ્પામાં નેપાળ તેમજ દેશના અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવીને તેમની પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસને અહીં બે દિલ્હીની અને ત્રણ પૂર્વોત્તર રાજ્યોની મળીને કુલ પાંચ યુવતીઓ મળી આવી હતી.

આ સ્પાનો સંચાલક મહેસાણા તાલુકાના દેલોલી ગામનો જૈમીન પ્રહલાદભાઈ પટેલ છે. જૈમીન બહારથી છોકરીઓ બોલાવીને ગ્રાહકો સાથે સંબંધો બંધાવીને બદલામાં કમાણી કરતો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી. આ બાતમી મળતાં ડમી ગ્રાહકને રૂપિયા 4000 આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સાથે સંબંધ બાંધવા યુવતી તૈયાર થઈ હતી. જેના બાદ બંને રૂમમાં ગયાં હતાં. ડમી ગ્રાહકે ઈશારો કરતાં પોલીસે રેડ પાડીને બંનેને કઢંગી હાલતમાં ઝડપી લીધાં હતાં.