ખબર

ભારતમાં અહીંયા એક જ હોસ્ટેલના 190 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વાંચો વધુ વિગત

અહીંયા કોરોનાએ બૂમ પડાવી દીધી, એકસાથે 190 સ્ટુડન્ટ ઝપટે ચડ્યા- જાણો સમગ્ર વિગત

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારા સામાચાર મળ્યા છે. વાશીમ જિલ્લામાં બુધવારે નવા 318 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં 190 વિદ્યાર્થીઓ શામેલ છે. વાશિમ જીલ્લાના રિસોડ તહસીલના દેવાંગ સ્થિત એક સ્કૂલના હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 190 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

Image source

કેટલાક રાજયોમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ વધવાના શરૂ થઇ ગયા છે. જયાં પ્રશાસન કોરોનાને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહ્યુ છે ત્યાં જ 190 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા ચિંતાનો વિષય બન્યો છે.એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, રિસોડ તાલુકાના ગ્રામ દેવાંગ સ્થિત રહેવાસી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષક પણ હોસ્ટેલમાં રહે છે. બુધવારે આ હોસ્ટેલના 190 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્ટેલમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવેલા છે.

તમને જણાવી દઇએ કે, અમરાવતીમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશની સીમાને લાગતા જિલ્લા બાલાઘાટમાં નાઇટ કર્ફયુનું એલાન કરવામાં આવ્યુ છે. કર્ફયુ રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

Image source

મહારાષ્ટ્રમાં કોરોનાનો બીજો ફેઝ ધીરે-ધીરે પ્રચંડ થઈ રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 8,807 નવા દર્દીઓ છે. અહીં 18 ઓક્ટોબર બાદ સૌથી વધુ આંકડા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 80 દર્દીના મોત થયા છે. જે ગત 56 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 30 ડિસેમ્બરના રોજ 90 સંક્રમિતોના મોત થયા હતા. મુંબઈની ધારાવીમાં ફરી એકવાર કોરોના વાયરસે દેખા દીધા છે. ધારાવીમાં ડબલ ડિજીટમાં કેસ નોંધાતા તંત્ર સાબદુ બન્યું છે. ગઈ કાલે ધારાવીમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. આ સાથે જ ધારાવીમાં કુલ કેસોની સંખ્યા 4041 થઈ છે જેમાંથી 33 એક્ટિવ કેસનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. કર્ણાટક અને ગુજરાત જેવા પાડોશી રાજયો તરફથી પહેલાથી જ ટ્રાવેલ બેન લાગુ કરવામાં આવ્યો છે.