આ 22 વર્ષનો યુવક છે 20 હજાર કરોડની સંપત્તિનો માલિક, જાણો તેની લાઇફસ્ટાઇલ વિશે

22 વર્ષનો આ યુવાન ૨૦ હજાર કરોડની સંપત્તિનો મલિક છે..રાજા જેવું જીવન જીવે છે- જુઓ તસવીરો

ભારતમાં રાજાશાહી ખત્મ થઇ ગઇ છે પરંતુ રાજા-મહારાજાઓનો વંશ, તેમના બાળકો તો હજી છે. તેઓ રાજા હતા તો સ્વાભાવિક છે કે તેમની પાસે કરોડો-અરબોના સંપત્તિ પણ હશે.

તેમાંથી જ એક છે પદ્મનાભ સિંહ. તેઓનો પરિવાર સમય સાથે અલગ અલગ જગ્યા રહેતાં આવ્યા અને હાલમાં તેમનો વંશજ હવે જયપુરમાં સ્થિત છે.પદ્મનાભ સિંહ જયપુરના રાજવી પરિવારના છે.તે જયપુરના રાજવી પરિવારના 303 મા વંશજ છે.તે એક મોડેલ સાથે સાથે પોલો પ્લેયર પણ છે.તેમને ફરવાનો પણ ખૂબ શોખ છે.

પદ્મનાભ સિંહ હાલ 22 વર્ષના છે પરંતુ લગભગ 20 હજાર કરોડની સંપત્તિના તેઓ માલિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પદ્મનાભ સિંહનો પરિવાર પોતાને ભગવાન રામનો વંશ જણાવે છે.

મહારાજા પદ્મનાભ સિંહ એક મોડલની સાથે સાથે પોલો ખેલાડી અને ટ્રાવેલર પણ છે. તેમને ફરવાનો ખૂબ શોખ છે. એવૃું કહેવામાં આવે છે કે તેઓ ફરવા પાછળ ખૂબ જ પૈસા ખર્ચે છે અને તેઓ અનેક દેશ ફરી ચૂક્યા છે.

પદ્મનાભ સિંહ તેમની લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. જયપુરના રામ વિલાસ મહેલમાં તેમનો એક આલીશાન એપાર્ટમેન્ટ છે, જેમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, પ્રાઇવેટ ડાઇનિંગ રૂમ, પ્રાઇવેટ કિચન, ટેરેસ અને પુલ પણ છે.

પદ્મનાભ સિંહ વર્ષ 2011માં તેમના દાદા, સવાઇ માન સિંહજી બહાદૂરના નિધન બાદ રાજા બન્યા હતા. જેને જયપુરના અંતિમ મહારાજા કહેવામાં આવતા હતા. પદ્મનાભ સિંહનો શાહી પરિવાર જયપુરના સિટી પેલેસમાં રહે છે. જેની સ્થાપના 1727માં થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે, જયપુરના પૂર્વ મહારાજા ભવાન સિંહ ભગવાન રામના દીકરા કુશના 309માં વંશજ હતા. આ વાત પદ્મિની દેવીએ એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. આ ઉપરાંત રાજકુમારી દીયા કુમારીએ એક એવું પેમ્ફલેટ બનાવ્યુ હતું કે જેેમાં ભગવાન રામના વંશના તમામ પૂર્વજોના નામ કટિબદ્ધ રીતે લખેલા છે.

Shah Jina