ખરાબ સમાચાર: મહાભારતના આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

કોરોના મહામારીના કારણે ઘણા લોકોના જીવ ચાલ્યા ગયા છે, ત્યારે હાલમાં આવેલી ખબર અનુસાર મહાભારતમાં મહત્વનું પાત્ર ભજવનાર અભિનેતાનું પણ કોરોનાના કારણે નિધન થયું છે. મહાભારતમાં દેવરાજ ઈન્દ્રનું પાત્ર નિભાવનાર અભિનેતા સતીશ કૌલનું કોરોનાના કારણે  લુધિયાણામાં નિધન થયું છે.

સતીશ કૌલના નિધન ઉપર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે સતીશે લગભગ 300  કામ કર્યું છે અને તેમને શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે.

સતીશની ઉંમર 72 વર્ષની હતી. તે પોતાના  પડાવની અંદર આર્થિક સમસ્યાના કારણે હેરાન થી રહ્યા હતા. સતીશે એક અભિનયની સ્કૂલ લુધિયાણામાં શરૂ કરી હતી, જેમાં તેમને ઘણી જ ખોટ પણ આવી હતી. ત્યારબાદ તેને બંધ કરવી પડી હતી. સતીશનું પારિવારિક જીવન પણ ખુબ જ દુઃખદ હતું, તેની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા અને તે બાળકોને લઈને અમેરિકા ચાલી ગઈ હતી.

Niraj Patel