ખબર

અંબાલાલ પટેલની મોટી આગાહી ! ગુજરાતમાં આ તારીખે થશે માવઠું- જલ્દીથી જાણી લો

ગુજરાત રાજયના માથે ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાને કારણે પાકિસ્તાનના કરાંચી વાયા થઇ ગુજરાત તરફ વરસાદી વાતાવરણ ફેલાશે. 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિાન કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને હવે આ આગાહીને પગલે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં પોરૂબંદર, જામનગર, કચ્છના કેટલાક વિસ્તારોમાં અને મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગરમાં ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, માવઠા બાદ ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યુ છે. જયારે 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાની શક્યતાઓ છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન થવાનો ભય રહેલો છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે 4 જાન્યુઆરીથી લઇને 11 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.