માધુરી દીક્ષિત સાથે ખરાબ સીન સમયે આ અભિનેતા થઇ ગયો હતો બેકાબૂ, ઉંદરની જેમ કાપી નાખ્યા હતા હોઠ

રૂપરૂપનો અંબાર માધુરીએ 21 વર્ષ મોટા હીરો સાથે કરવા પડ્યા આવા સીન, પેલાએ માધુરીના સુંદર હોઠ જ કાપી લીધાં, જુઓ તસવીરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધક ધક ગર્લના નામથી પોતાની ઓળખ બનાવનારી માધુરી દીક્ષિતે તેના ફિલ્મી કરિયરમાં એકથી એક રોલ કર્યા છે. અભિનેત્રીના ચાહકો તેના બધા પાત્રો માટે તેની વાહવાહી કરે છે. માધુરી દીક્ષિતને બોલિવૂડની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. બોલિવૂડમાં સફળ કારકિર્દી પછી માધુરી દીક્ષિતે લગ્ન કર્યા અને તેને બે બાળકો પણ છે. તે લગ્ન કરી યુએસ સ્થાયી પણ થઇ હતી પરંતુ થોડા સમય પછી માધુરી બોલિવૂડમાં પાછી ફરી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

જો કે, આટલી સફળ કારકિર્દી પછી પણ માધુરી દીક્ષિતને તેની એક ફિલ્મનો અફસોસ છે. માધુરી દીક્ષિતે 1988માં આવેલી ફિલ્મ ‘દયાવાન’માં ખૂબ જ રોમેન્ટિક સીન આપીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. ફિરોઝ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દયાવાન’માં માધુરી દીક્ષિતે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના સાથે ખૂબ જ રોમેન્ટિક સીન આપ્યા હતા. વિનોદ ખન્ના માધુરી કરતા ઘણી મોટી ઉંમરના હતા અને ફિલ્મના સીનમાં માધુરીએ મોટા અભિનેતા સાથે તમામ હદો પાર કરી હતી. વિનોદ ખન્ના સાથેના તેના આ સીનને ઘણી ખ્યાતિ મળી હતી.

દર્શકો આજે પણ આ દ્રશ્યને ખૂબ જ દિલથી જોવાનું પસંદ કરે છે. તે દરમિયાન અભિનેત્રીનો આ સીન ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા દર્શકો આ સીનને કારણે જ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. ફિલ્મના સીન્સની સાથે દર્શકોને ફિલ્મના ગીતો પણ પસંદ આવ્યા હતા. માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના સિવાય ફિરોઝ ખાન અને અમરીશ પુરી જેવા કલાકારોએ 21 ઓક્ટોબર, 1988ના રોજ ફિલ્મી પડદા પર રિલીઝ થયેલી ‘દયાવાન’માં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ બતાવી હતી. માધુરી અને વિનોદ ખન્નાના કિસિંગ સીને તે દિવસોમાં સનસનાટી મચાવી દીધી હતી.

તે દિવસોમાં આવા કિસિંગ સીન બહુ ઓછા જોવા મળતા અને વરિષ્ઠ અભિનેતા વિનોદ ખન્ના સાથે માધુરીનો સીન ચર્ચાનો વિષય બન્યો હતો. માધુરીએ વિનોદ ખન્ના સાથેના તેના કિસિંગ સીન પર પણ ઘણી વખત વાત કરી છે. એક જૂના ઈન્ટરવ્યુમાં આ કિસિંગ સીન વિશે વાત કરતા તેણે કહ્યું, ‘જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને લાગે છે કે તે સમયે મારે કહેવું જોઈતું હતું – ના, હું તે કરવા નથી માંગતી. પણ પછી હું કદાચ આવું કહેતા પણ ડરતી હતી. મને લાગ્યું કે હું એક અભિનેત્રી છું અને દિગ્દર્શકે તેને એવી રીતે લખી હશે કે આવું ન કરવું ફિલ્મ માટે ખોટું હશે.

માધુરીએ વધુમાં કહ્યું, ‘હું ફિલ્મી પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી નહોતી અને મને ઈન્ડસ્ટ્રી અને કેવી રીતે કામ કરવું તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. મને ખબર ન હતી કે તે સમયે કિસિંગ સીન માટે ના કહેવા માટે શું કહેવું, તેથી મેં એ કર્યું. બાદમાં જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું કે મેં આવું કેમ કર્યું ? આ કિસિંગ સીનથી ફિલ્મમાં કંઈ ખાસ થયું નથી. આ પછી મેં નક્કી કર્યું કે હવે હું ક્યારેય કિસિંગ સીન નહીં કરું. ઉલ્લેખનીય છે કે, માધુરી સાથે રોમેન્ટિક સીન વખતે વિનોદ ખન્ના બેકાબૂ થઇ ગયા હતા, તેઓ ડાયરેક્ટરના કટ બોલવા પર પણ રોકાયા નહોતા.

તેમણે માધુરી હોઠ પણ ચબાવી લીધા હતા. કિસિંગ સીનને લઇને માધુરી અસહજ હતી પણ વિનોદ ખન્નાએ આ સીન માટે કોઇ રી-ટેક ન લીધો અને એક જ વારમાં સીન સૂટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે બોલિવૂડની પોતાની બીજી ઈનિંગમાં માધુરી દીક્ષિતે ‘આજા નચલે’, ‘ડેઢ ઈશ્કિયા’, ‘ગુલાબ ગેંગ’, ‘બકેટ લિસ્ટ’, ‘ટોટલ ધમાલ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરી દીક્ષિતે નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘ધ ફેમ ગેમ’થી OTT ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝમાં માધુરીની સાથે સંજય કપૂર અને માનવ કૌલ લીડ રોલમાં હતા. આ ઉપરાંત છેલ્લે માધુરી મજામા ફિલ્મમાં જોવા મળી હતી.

Shah Jina