લાડકવાયા દીકરાની બીમારી સામે મજબુર છે નડિયાદના આ માતા પિતા, હાથ જોડીને લોકોને મદદ કરવા માટે કરી અપીલ, જુઓ

આપણા દેશની અંદર ઘણા એવા લોકો છે જે કેટલીક દુર્લભ બીમારીઓથી પીડાતા હોય છે, ઘણા નાના બાળકો પણ જન્મતાની સાથે જ એવી કેટલીક બીમારીઓની ચપેટમાં આવતા હોય છે કે જેની સારવારનો ખર્ચ પણ કરોડો રૂપિયામાં આવતો હોય છે. ત્યારે આવા બાળકોની મદદ માટે માતા પિતા પણ લોકોને અપીલ કરતા હોય છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને સારું એવું દાન પણ મળે છે અને તેના દ્વારા તેમની સારવાર પણ થતી હોય છે, ધૈર્યરાજની કહાની આ બધા માટે પ્રેરણા સમાન છે.

ત્યારે હવે વધુ એક બાળકને પણ મદદની જરૂર છે અને તેના માતા પિતા પણ લોકોને તેમના બાળકની સારવાર કરવા માટે મદદ કરવા વિનંતી કરી રહ્યા છે. આ બાળકનું નામ છે માન્ય અને તે 9 વર્ષનો છે. તે તેના માતા પિતા સાથે નડિયાદમાં રહે છે. માન્ય છેલ્લા 4 વર્ષથી DMD (Duchenne Muscular Dystrophy) નામની બીમારીનો સામનો કરી રહ્યો છે.

આ બિમારના કારણે માન્યની કમર નીચેનો લગભગ 70% જેટલો ભાગ ચપેટમાં આવ્યો છે અને તેના કારણે તેને ચાલવામાં પણ તકલીફ થઇ રહી છે. તેના માતા પિતા અને અન્ય પરિવારજનોએ તેની સારવાર માટે દિવસ રાત એક કરી નાખ્યા પરંતુ હજુ સુધી તેની કોઈ દવા શોધાઈ નથી. વિદેશમાં પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. જેનું એક ઇન્જેક્શન 4 કરોડ રૂપિયામાં આવે છે.

ત્યારે માન્યના માતા-પિતા એટલા પણ આર્થિક રીતે સધ્ધર નથી જેના કારણે તે આ ઇન્જકેશન ખરીદી શકે.  જેના કારણે તમેને સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકો સમક્ષ મદદ અને દાન કરવા માટે અપીલ કરી છે. માન્યના પિતા ઋષિભાઈ મયંકભાઇ બ્રહ્મભટ્ટ પોતે શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમા નોકરી કરે છે. માન્યની સારવાર માટે છેલ્લા 12-13 દિવસથી કેમપેઇન ચાલી રહ્યું છે જેમાં માત્ર 3 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ છે, જેના બાદ તેમના પત્રકાર પરિષદ યોજી અને લોકોને મદદ કરવા માટે બે હાથ જોડીને અપીલ કરી છે.

તમે પણ આ માન્યની મદદ માટે આગળ આવી શકો છો તેના માટે તમારે https://www.impactguru.com/fundraiser/help-maanya-brahmbhatt લિંક ઉપર ક્લિક કરીને ડોનેટ કરી શકો છો, આ ઉપરાંત Bank Name: RBL Bank, Account number : 2223330016898552, Account name : Maanya Brahmbhatt, IFSC code : RATN0VAAPIS, (The digit after N is Zero) અથવા UPI Transaction: assist.maanya@icici ઉપર પણ દાન કરી શકો છો.

Niraj Patel