52 વર્ષના ઢાંઢા શિક્ષકને દિલ આપી બેઠી 20 વર્ષની જુવાન જોધ વિદ્યાર્થીની, તસવીરો અને વીડિયો થઇ ગયા વાયરલ, જુઓ કેવી રીતે શરૂ થઇ અનોખી પ્રેમ કહાની

ઘોર કળયુગ: 20 વર્ષની સુંદર યુવતી 52 વર્ષના ઢાંઢા શિક્ષકના પ્રેમમાં પડી, લવ સ્ટોરી વાંચીને માથું દીવાલમાં પછાડવા લાગશો

ઇન્ટરનેટ પર એવી ઘણી પ્રેમ કહાનીઓ તમે જોઈ હશે જેને જોઈને ઘણીવાર માથું પકડી લેવાનું મન થાય, મનમાં પણ એવું થાય કે આ જોડી કેવી રીતે બની હશે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે અને તેના ઉદાહરણો પણ આપણી આસપાસ બનતી ઘટનાઓમાં જોવા મળી જતા હોય છે. હાલ એવી જ એક પ્રેમ કહાની વાયરલ થઇ રહી છે, જેમાં એક 20 વર્ષની સુંદર વિદ્યાર્થીનીને 52 વર્ષના શિક્ષક સાથે પ્રેમ થઇ ગયો.

આ મામલો અત્યારે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. આ મામલો પાકિસ્તાનનો છે પરંતુ તેણે દુનિયાભરમાં ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો છે. પાકિસ્તાનના ફેમસ યુટ્યુઅબર સૈયદ બાસિત અલીએ આ કપલની લવ સ્ટોરીને પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે, જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

આ કહાની છે 20 વર્ષની ઝોયા નૂર અને 52 વર્ષના શિક્ષક સાજીદ અલીની. ઝોયા બીકોમની વિદ્યાર્થીની હતી અને સાજીદ એજ કોલેજમાં શિક્ષક હતો. જયારે ઝોયાએ શિક્ષકને જોયા ત્યારે તેને પ્રેમ થઇ ગયો. તે કહે છે કે, “શિક્ષકનો દેખાવ અને પર્સનાલિટી બહુ જ પસંદ આવી ગઈ હતી. તેમની ભણાવવાની સ્ટાઇલ પણ અલગ છે અને તે વિસ્તારના સૌથી કાબિલ શિક્ષક હતા. જેના કારણે હું તેમની ચાહક બની ગઈ.”

પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા ઝોયાએ યુટ્યુબરને કહ્યું કે, “શરૂઆતના દિવસોમાં સાજીદ મને ઇગ્નોર કરતો હોતો. પરંતુ એક દિવસ મેં સાજીદ સામે જ મારા પ્રેમનો ઇઝહાર કરી દીધો. મેં તેમને કહ્યું કે તમે મને બહુ ગમો છો અને હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું.” ઝોયાએ પ્રપોઝ કર્યા બાદ સાજીદે તેને એક અઠવાડિયા સુધી રાહ જોવાનું કહ્યું.”

જેના બાદ સાજીદને પણ ઝોયા પસંદ આવવા લાગી અને બંને લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા. બંનેની ઉંમરમાં 32 વર્ષ જેટલું અંતર છે. જેના કારણે સંબંધીઓ પણ લગ્નની વિરુદ્ધ હતા. તે લોકો આ લગ્નને લઈને નારાજ પણ થયા છતાં પણ પ્રેમનો પરવાનો ચઢી ગયેલા ઝોયા અને સાજીદે એ બધાની ચિંતા કર્યા વગર લગ્ન કરી લીધા. સાજીદ એમ પણ કહે છે કે અમારા લગ્નથી “ઘણા સંબંધીઓ નારાજ પણ થઇ ગયા.”

Niraj Patel