વાયરલ

સ્કૂટી પાછળ બેઠેલી મહિલાના કપડાં ઉપર ચોટેલી ગરોળી આખું શહેર ફરી રહી હતી, પાછળ ગાડી ચલાવી રહેલા વ્યક્તિએ બનાવી લીધો વીડિયો, જુઓ

ગરોળીનું નામ સાંભળતા જ મહિલાઓ અને છોકરીઓ બુમાબુમ કરી મુકતા હોય છે, ભલે ગરોળી દૂર હોય પરંતુ તેને જો કોઈ છોકરી જોઈ જાય તો ચીસાચીસ કરી મૂકે છે. ઇન્ટરનેટ ઉપર તેના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો તમને પણ હેરાન કરી દેશે, કારણ કે આ વીડિયોમાં એક મહિલાના શરીર ઉપર બેસીને ગરોળી આખું શહેર ફરી રહી છે.

ઘણીવાર લોકો ગરોળીને જોઈને ડરી જાય છે. એવા ઘણા લોકો છે જેમને ગરોળીના નામથી ડરાવી શકાય છે. ગરોળી વિશે પણ ઘણી માન્યતાઓ છે, જેમ કે ગરોળી કપડા પર પડતા તેની શું અસર થશે. ઉપરથી ગરોળી આપણા ઉપર પડી જાય તો? આવા અનેક સવાલો છે, જેના જવાબ મેળવવા માટે લોકો ઈન્ટરનેટ પર વારંવાર સર્ચ પણ કરતા રહે છે. હાલમાં જ ઈન્ટરનેટ પર એક ગરોળીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકો.

આ વાયરલ વીડિયોની શરૂઆતમાં એક મહિલા સ્કૂટી પર સવારી કરતી જોવા મળે છે, જેના ડ્રેસ પર ગરોળી દોડતી જોવા મળે છે. આ દરમિયાન પાછળથી આવતા કાર સવારની નજર ગરોળી પર પડે છે, જેણે આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો, જેના પછી આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા એ વાતથી સાવ અજાણ છે કે એક ગરોળી તેની કુર્તી પર ફરવાની મજા માણી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ગરોળી મહિલાની પીઠ પર બેઠેલી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.આ ઉપરાંત આ વીડિયોને 3.40 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર ફની રિએક્શન આપી રહ્યા છે.