પ્રેમિકાની હત્યા કરી, 10 મહિના ફ્રિજમાં રાખી લાશ : દેવાસમાં વીજળી ગુમ થયા બાદ દુર્ગંધ આવતા થયો ખુલાસો, લિવઇન પાર્ટનરની ધરપકડ
18 મે 2022ના રોજ દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વોકરની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ ક્રૂર હત્યા કરી હતી, આફતાબે તેની ગર્લફ્રેન્ડના મૃતદેહને ત્રણ અઠવાડિયા માટે ફ્રિજમાં રાખ્યો હતો. ત્યારે આવો જ એક ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના દમોહમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવકે 10 મહિના પહેલા તેની લિવ-ઇન ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ફ્રીજમાં રાખી દીધો હતો. જો કે વીજળી ગયા પછી રૂમમાંથી દુર્ગંધ આવતા આ હત્યાનો ખુલાસો થયો. પોલીસે આ કેસમાં આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની હત્યા કરનાર યુવક તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પ્રેમિકા તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. જેના કારણે આરોપીએ નારાજ થઈને આવું પગલું ભર્યું. આરોપી સંજયે 10 મહિના પહેલા જ તેની લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ફ્રીજમાં રાખીને ભાગી ગયો હતો. પોલીસે આરોપી સંજય પાટીદારની ઉજ્જૈનથી ધરપકડ કરી છે. સંજય લિવ-ઇન પાર્ટનર સાથે ભાડાના રૂમમાં રહેતો હતો. તેણે 10 મહિના પહેલા ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી હતી.
વીજળી ગુમ થયા પછી ઘરમાં રહેતા અન્ય ભાડૂતોને દુર્ગંધ આવતા હત્યાનો ખુલાસો થયો. કોઈક રીતે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ફ્રીજમાં મૃતદેહ જોઈને ચોંકી ગઈ હતી. શરીર સંપૂર્ણપણે કાળું પડી ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ડોક્ટરોનું એક પેનલ મહિલાનું પોસ્ટમોર્ટમ કરશે. ત્યાં મકાનમાલિકે કહ્યું કે સંજય રૂમને તાળું મારીને ચાલ્યો ગયો છે. તે ભાડું પણ ચૂકવી રહ્યો ન હતો. વારંવાર કોઈને કોઈ બહાના બનાવી રહ્યો હતો.
ઘર માલિકે જુલાઈ 2023માં આ ઘર સંજય પાટીદારને ભાડે આપ્યું હતું. સંજયે જૂન 2024માં ઘર ખાલી કર્યું. જો કે કેટલોક સામાન એક રૂમમાં મૂકી દીધો હતો અને તેમાં એક ફ્રિજ પણ હતુ. આ ફ્રિજમાંથી જ મહિલાનો મૃતદેહ મળી આવ્યો. જ્યારે પોલીસે આ મામલે પડોશીઓની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે પિંકી ઉર્ફે પ્રતિભા પ્રજાપતિ ઉજ્જૈનના રહેવાસી સંજય પાટીદાર સાથે ઘરમાં રહેતી હતી. પડોશીઓએ કહ્યું કે માર્ચ 2024થી કોઈએ પ્રતિભાને જોઈ નથી.
પાડોશીઓ પૂછે ત્યારે સંજય કહેતો કે પિંકી તેના માતા-પિતાના ઘરે ગઈ છે. ASPએ સાથે એક ટીમ સંજયની ધરપકડ કરવા ઉજ્જૈન પહોંચી હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ સંજય પાટીદારે પોલીસને જણાવ્યું કે તે પાંચ વર્ષથી પિંકી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પિંકીને ત્રણ વર્ષ ઉજ્જૈનમાં રાખ્યા પછી, તે બે વર્ષ પહેલાં તેને દેવાસ લઈ આવ્યો અને અહીં ભાડે રહેતો હતો. સંજયે જણાવ્યું કે જાન્યુઆરી 2024માં પ્રતિભાએ તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તેનાથી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યું.
સંજયે તેના મિત્ર વિનોદ દવે સાથે મળી હત્યાની યોજના બનાવી હતી, જે ઇંગોરિયાનો રહેવાસી છે. માર્ચ 2024 માં, પ્રતિભાનું ભાડાના ઘરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને મૃતદેહને ફ્રીજમાં રાખવામાં આવ્યો. ફ્રિજને કપડાથી ઢાંકી દેવાયુ હતુ અને રૂમને તાળું મારી દીધું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર, સંજયના મિત્ર વિનોદ દવે વિરુદ્ધ રાજસ્થાનના ટોંકમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જે કેસમાં તે જેલમાં બંધ છે. હાલમાં, પ્રતિભાની હત્યા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પોલીસ આરોપી પ્રેમી સંજયને રિમાન્ડ પર લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે.
#WATCH देवास (मध्य प्रदेश): पुलिस ने वृंदावन धाम कॉलोनी में फ्रिज से एक महिला का शव बरामद किया, आरोपी गिरफ्तार किया गया। (10.01)
एसपी पुनीत गेहलोत ने कहा, “सूचना मिली कि वृंदावन धाम कॉलोनी में एक फ्रिज में एक महिला का शव पाया गया। सूचना मिलने के तुरंत बाद हम लोग घटनास्थल पर… pic.twitter.com/Ob2JgPGhIS
— ANI_HindiNews (@AHindinews) January 11, 2025