PM મોદીનો પહેલો પોડકાસ્ટ, બોલ્યા- ‘હું દેવતા નથી, મારાથી પણ ભૂલો થાય છે’, ‘રાજનીતિમાં મિશન લઇને આવો, એમ્બિશન નહિ’

Source : ‘મારાથી પણ ભૂલો થાય છે…હું માણસ છું, ભગવાન નથી’:મોદીએ પોતાના પહેલાં પોડકાસ્ટમાં કહ્યું- રાજકારણમાં યુવાનોએ મહત્ત્વાકાંક્ષા સાથે નહીં, એક મિશન સાથે આવવું જોઈએ

‘હું પણ દેવતા નથી, માણસ છુ; મારાથી પણ ભૂલો થાય છે’ પોતાના પહેલા પોડકાસ્ટમાં શું શું બોલ્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Zerodha ના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ કર્યો. પીએમએ કહ્યું કે આ તેમનો પહેલો પોડકાસ્ટ છે, જેમાં તેમણે ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી. પોડકાસ્ટનો વીડિયો રિલીઝ કરતા પહેલા નિખિલ કામથે બે મિનિટનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં નિખિલ પીએમ મોદીને ઘણા પ્રશ્નો પૂછતા જોવા મળે છે, જેનો જવાબ પ્રધાનમંત્રી આપી રહ્યા છે.

વીડિયોમાં, નિખિલ પીએમ મોદીને પૂછે છે કે જો કોઈ યુવા નેતા બનવા માંગે છે, તો શું એવું કોઈ ટેલેન્ટ છે જેને તપાસવામાં-પારખવામાં આવી શકે ? આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદી કહે છે કે સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ. આવા લોકો જે મહત્વાકાંક્ષા સાથે નહીં પણ મિશન સાથે આવે. પીએમ મોદી આગળ કહે છે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ભાષણ આપ્યું હતું.

ત્યારે તેમણે સાર્વજનિક રૂપે કહ્યુ હતુ કે ‘ભૂલો થાય છે, મારાથી પણ થાય છે. હું પણ એક માણસ છું, ભગવાન (દેવતા) નથી. પોડકાસ્ટમાં, નિખિલ કામથે પીએમ મોદીને વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ વિશે પણ પૂછ્યું કે શું આપણે દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા કરવી જોઈએ. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આ સંકટના સમયમાં અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી.

તેમણે કહ્યું, ‘હું સતત કહી રહ્યો છું કે હું શાંતિના પક્ષમાં છું.’ સવાલોનો સિલસિલો જારી રાખતી નિખિલ કામથ પીએમ મોદીને પૂછે છે કે તેમનો પહેલો અને બીજો કાર્યકાળ એકબીજાથી કેવી રીતે અલગ હતો. આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદી કહે છે કે પહેલા કાર્યકાળમાં લોકોએ મને પણ સમજવાનો પ્રયાસ કર્યો હતો અને હું પણ દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નિખિલ કામથ પોતાનો ઉલ્લેખ કરતા, પૂછે છે કે શું દક્ષિણ ભારતના મધ્યમ વર્ગમાંથી કોઈ વર્ગ ઉછર્યો ? એક એવા પરિવારમાં જ્યાં તેમને બાળપણથી જ કહેવામાં આવ્યું હતું કે રાજકારણ એક ગંદી જગ્યા છે. આ વાત આપણા સમાજમાં એટલી ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે તેને બદલવી ખૂબ જ મુશ્કેલ છે. આના પર પીએમ મોદીએ કહ્યું, ‘જો તમે જે કહી રહ્યા છો તે થયું હોત તો તમે આજે અહીં ન હોત.’ જણાવી દઇએ કે, ગુરુવારે રિલીઝ થયેલા ટ્રેલરમાં ઇન્ટરવ્યૂની કેટલીક ઝલક બતાવવામાં આવી છે.

આ ટ્રેલર 2 મિનિટ 13 સેકન્ડનું છે. આખો પોડકાસ્ટ ટૂંક સમયમાં નિખિલ કામથની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે. આ ઇન્ટરવ્યુમાં તમને પીએમ મોદીના વિચારોને વિગતવાર સમજવાની તક મળશે. આ ઇન્ટરવ્યુ યુવાનો, રાજકીય નિષ્ણાતો અને સામાન્ય લોકો માટે ખૂબ જ રસપ્રદ સાબિત થઈ શકે છે.

Shah Jina