નાના બાળકો કંઈક એવું ખાઈ લેતા હોય છે જે તેમના ગળાની અંદર ફસાઈ જાય છે, ઘણીવાર આ મુસીબતનું કારણ પણ બને છે. પરંતુ હાલમાં ખબર આવી રહી છે કે એક 16 વર્ષની દીકરીના ગળામાં લીચીનું બીજ ફસાઈ ગયું અને તેના પિતા ડોક્ટર પાસે સારવાર કરાવવા માટે ગયા પરંતુ ડોક્ટરોએ કોરોનાનો હવાલો આપી અને સારવાર ના કરતા 8 વર્ષની બાળકીને તેનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ ઘટના સામે આવી છે બિહારના મુજ્જફરપુરમાંથી. જ્યાં સ્વાસ્થ્ય વિભાગની મોટી લાપરવાહી સામે આવી છે. અહીંયાની સ્થાનિક હોસ્પિટલમાં એક પિતા પોતાની દીકરીને ખભા ઉપર નાખી કલાકો સુધી રખડતા રહ્યા, તેમની દીકરીને સારવાર ના મળી અને આખરે પિતાના ખભા ઉપર જ દીકરીએ દમ તોડી દીધો.
મુજ્જફરપૂરના સ્થાનિક હોસ્પિટલમાં 1 જૂનના રોજ મુસહરિ પ્રખંડના રઘુનાથપુરા નિવાસી સંજય રામ પોતાની 8 વર્ષની દીકરીને ખભા ઉપર લઈને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા. બાળકીના ગળામાં લીચીનું બીજ અટકી ગયું હતું. જેની સારવાર કરાવવા માટે તે દીકરીને હોસ્પિટલ લાવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમની પાસે કોરોના ટેસ્ટનો રિપોર્ટના નામ ઉપર કલાકો સુધી આમતેમ ભટકાવ્યા અને આખરે બાળકીનું મોત થઇ ગયું.
બાળકીના નિધન બાદ તેના પિતા તેને ખભે લઈને જ રડતા રહ્યા. જેનો વીડિયો કોઈ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. બાળકીના પિતાએ આરોપ લાગાવ્યો છે કે કોરોના રિપોર્ટના નામ ઉપર તેમને કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી અને તે છતાં પણ તેમની દીકરીની સારવાર ના કરવામાં આવી જેના કારણે તેનો જીવ ચાલ્યો ગયો.
બાળકીના પિતા સંજયે જણાવ્યું કે તેની દીકરી લીચી ખાઈ રહી હતી. અને તેનું બીજ બાળકીના ગળામાં ફસાઈ ગયું હતું, જેને બતાવવા માટે તે સ્થાનિક હોસ્પિટલ લઈને ગયા હતા, પરંતુ કોરોના રિપોર્ટના નામ ઉપર તેને આમતેમ ભટકાવવામાં આવ્યો અને જે દરમિયાન જ બાળકીનું મોત થઇ ગયું.
તો આ લાપરવાહીને લઈને સિવિલ સર્જન ડોક્ટર એસએન ચૌધરીએ જણાવ્યું કે એક 8 વર્ષની બાળકીના મોતની જાણકારી મળી છે. જો કે ઇમરજન્સી પેશન્ટની સારવાર પહેલા શરૂ કરવાની હોય છે અને ત્યારબાદ કોઈ રિપોર્ટ કરાવવામાં આવે છે. તેની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવવા ઉપર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.