રાજકોટની લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિનું શર્મનાક કૃત્ય, વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું આચર્યુ કૃત્ય

ગૃહપતિનું અધમ કૃત્ય:રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું, માર મારતા પીઠ પર ચાંભા પડી ગયા, હોસ્પિટલ ખસેડાયો

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે શિક્ષણ જગતને શર્મશાર કરી દે. ત્યારે હાલમાં ગુજરાતમાં એક કિસ્સો ચર્ચામાં છે જેમાં હોસ્ટેલમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે તેની જ હોસ્ટેલના ગૃહપતીએ વિકૃતત્તાની તમામ હદ વટાવી દીધી. આ ગૃહપતિએ વિદ્યાર્થીને બીભત્સ વીડિયો બતાવ્યો અને પટ્ટા વડે બેફામ માર મારી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ.ત્યારે હવે આ મામલો સામે આવતા માલવિયા પોલીસે ગૃહપતિની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે.

રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતા 14 વર્ષિય વિદ્યાર્થીએ તેના પરિવાર અને પોલીસને પ્રાથમિક એવી કબુલાત આપી કે હોસ્ટેલમાં રહેતા તેના સાથી મિત્રો દ્વારા તેને માર મારવામાં આવ્યો પણ થોડીવાર પછી તેણે તેના પરિવારજનોને જણાવ્યું કે તેની જ હોસ્ટેલનો ગૃહપતિ હસમુખ વસોયા છેલ્લા ઘણા દિવસોથી તેની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો અને તેને પટ્ટા વડે બેફામ માર પણ મારતો હતો.

હેવાન ગૃહપતિ વિદ્યાર્થીને પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો અને પછી પટ્ટા વડે માર પણ મારતો. અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો. એટલું જ નહિ, ગૃહપતિએ વિદ્યાર્થીને ધમકી પણ આપી હતી કે આ ઘટનાની જાણ કોઇને કરશે તો તેને મારી નાખવામાં આવશે. જોકે, ગત સોમવારના રોજ આ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ તેને પટ્ટા વડે બેફામ માર મારવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને ધમકી પણ આપી હતી કે જો તે આની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે.

એટલે ડરી ગયેલા વિદ્યાર્થીએ પહેલા તો તેના પરિવારને સાથી મિત્રએ માર માર્યો હોવાનું જણાવ્યું. રાજકોટના પડધરી પાસે આવેલ છેલ્લી ઘોડી ગામનો રહેવાસી હસમુખ વસોયા 2009થી ગૃહપતિ તરીકે ફરજ બજાવે છે અને હોસ્ટેલમાં હાલમાં 330 જેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે વર્ષ 2009થી અત્યાર સુધીમાં તેણે કેટ-કેટલા વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને તેના વિરૂદ્ધ પોક્સો-6/12 અને આઇપીસીની કલમ 377,506 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Shah Jina