અચાનક કૂવાની અંદર પડી ગયો ખતરનાક દીપડો, પછી ગામવાળાએ જે કર્યું તે જોઈને હોશ ઉડી જશે, જુઓ વીડિયો

દીપડો એ જનાગિલાનું એક શિકારી પ્રાણી છે અને તે ઘણીવાર ગામની અંદર પણ ઘુસી આવે છે અને શિકાર પણ કરતો હોય છે, સોશિયલ મીડિયામાં પણ દીપડો ગામમાં ઘુસી જવાના ઘણા વીડિયો અને ખબરો સામે આવતી હોય છે. ઘણા લોકો ઉપર દીપડો હુમલો કરતો હહોવાની પણ ખબર સામે આવે છે, ત્યારે હાલ એક ગામની અંદર કુવામાં દીપડી પડી ગયાની ખબરે ચકચારી મચાવી દીધી હતી.

આ ઘટના બની ઓડિશાના સંબલપુર જિલ્લામાં ચારમાલા રેન્જના હિંડોલ ઘાટ પાસે. જ્યાં એક દીપડો કૂવામાં પડ્યો હતો. લાંબા સમય સુધી કુવામાં ફસાયા બાદ તેને બહાર કાઢવાનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો હતો. દીપડો કૂવામાં પડી જતાં ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી રાયરાખોલની પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ દીપડાને બહાર કાઢવાની તૈયારીઓ કરી હતી.

આ ઘટના બુધવારે બની હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન બાદ રેન્જ સ્ટાફે દીપડાને બચાવી લીધો હતો. દીપડાને બહાર કાઢવા માટે કુવામાં સીડી નાખીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે મોડી રાત્રે દીપડો કૂવામાં પડી ગયો હતો. બુધવારે સવારે કેટલાક ગ્રામજનોએ તેની કર્કશ ગર્જના સાંભળી. તેણે સવારે 8 વાગ્યાની આસપાસ સ્થાનિક પોલીસ અને ચર્મલ રેન્જ ઓફિસને જાણ કરી.

શરૂઆતમાં દીપડાને તરતો રાખવામાં મદદ કરવા માટે બંને છેડે દોરડા વડે બાંધેલી લાકડાની પાટીને કૂવામાં ઉતારવામાં આવી હતી. ત્યારબાદ દીપડાને બહાર કાઢવા માટે કૂવામાં લાકડાની સીડી નાખવામાં આવી હતી. દીપડો તેના પર ચડી ગયો અને કૂવામાંથી બહાર આવ્યો. ANIએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઓડિશા ફાયર વિભાગના અધિકારીઓએ સંબલપુર જિલ્લાના હિંડોલ ઘાટ નજીક કૂવામાં પડેલા દીપડાને બચાવ્યો હતો. ફાયર ઓફિસર કિશન મિશ્રાએ કહ્યું, ‘અમને આ અંગેની માહિતી વન વિભાગ પાસેથી મળી છે. અમે તે સ્થળે જઈને લાકડાની સીડીની મદદથી દીપડાને બચાવ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel