ઘર- ઓફીસની બહાર લીંબુ-મરચા લટકાવવાનું રહસ્ય! વૈજ્ઞાનિક કારણ જાણીને ચોંકી જશો

ભારતમા તમે મોટા ભાગના ઘરોમાં કે દુકાનમાં કે કોઈ વાહનમાં પણ તમને લીંબુ મરચા લટકાવેલા જોવા મળશે. આ અંગે આપણા પૂર્વજો એવુ કહેતા આમ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. તો બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લીંબુનું ઝાડ હોય છે તે ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા નથી રહેતી. આ ઉપરાંત ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે.

જો કે આ કોઈ અંધશ્રદ્ધા નથી તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. જેના કારણે જ તેને ઘર અને ઓફીસની બહાર લગાવવામાં આવે છે. હકિકતમાં જ્યારે પણ તમે લીંબુ કે મરચા જેવી વસ્તુઓ જુઓ છો ત્યારે તમારા મનમાં તેને સ્વાદ આવવા લાગે છે અને તેથી જ તમે તે જગ્યાએ વધુ વાર સુધી નથી જોઈ શકતા. આ ઉપરાંત લીંબુમાં કીટનાશક ગુણ પણ હોય છે. તેનાથી આસપાસનું વાતાવરણ એકદમ શુદ્ધ રહે છે.

ભારતમાં લીંબુ મરચાના ટોટકાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવે છે. એવી માન્યતા છે કે તેનાથી તમારા ઘર અને ઓફિસમાં નકારાત્મક ઉર્જા નથી આવતી અને સાથે સાથે પરિવારમાં સુખ શાંતિ અને વેપારમાં બરકત આવે છે. આ ઉપરાંત શરીર સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લોકોમાં તેના વિેશે એટલો ડર છે કે તેઓ તેના પર પગ રાખવાથી પણ ડરે છે.

એવું પણ કહેવામાં આવે છે કે, જો તમારો ધંધો રોજગાર સારી રીતે નથી ચાલી રહ્યો તો શનિવારના દિવસે એક લીંબુ લઈને તમારી દુકાન કે ઓફીસની ચારેય દીવાલોનો સ્પર્શ કરાવો. આવુ કરવાથી તમારા કામ ધંધામાં બરકત આવશે. આ ઉપરાંત લીંબુને લઈને તંત્ર શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

YC