લો બોલો, હવે બજારમાં આવી ગયું “ઈડલી ATM”, 55 સેકન્ડમાં જ આપશે ગરમાગરમ ઈડલી, આનંદ મહિન્દ્રાએ પૂછ્યું, “કેવો છે ટેસ્ટ ?” જુઓ વીડિયો

હવે 24 કલાક ખાવા માટે ગરમ ગરમ અને ફ્રેશ ઈડલી, આ જગ્યાએ લોન્ચ થયું ATM ઈડલી મશીન, તકનીક જોઈને તમારી અક્કલ કામ નહિ કરે, જુઓ વીડિયો

ખાણી-પીણીના શોખીનો આપણા દેશમાં તમને ગલીએ ગલીએ મળી જશે. એટલે જ આપણા દેશમાં દરેક જગ્યાએ ખાણીપીણીની દુકાનો અને લારીઓ તમને જોવા મળી જશે. દુનિયાભરનું ફૂડ તમને એક જ જગ્યાએ મળી જાય. ત્યારે ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને સામાન્ય માણસ જ નહિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ હેરાનમાં રહી ગયા છે.

તમે એટીએમમાંથી પૈસા નીકળતા જોયા હશે પરંતુ હવે એટીએમમાંથી ઈડલી પણ નીકળશે. કારણ કે બેંગ્લોરમાં એક સ્ટાર્ટઅપે ઈડલી બોટ અથવા ઈડલી એટીએમ શરૂ કર્યું છે. આ સુવિધા સાથે બેંગ્લોરમાં રહેતા લોકો 24 કલાક તાજી ઇડલીનો આનંદ માણી શકશે. વાસ્તવમાં ઈડલી એ દક્ષિણ ભારતમાં જોવા મળતો લોકપ્રિય ખોરાક છે. જો કે, દક્ષિણ ભારતીય ખાદ્યપદાર્થોની લોકપ્રિયતાને કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ઇડલી સાંભર અને મસાલા ઢોસા ઉપલબ્ધ છે અને લોકો આ વાનગીઓને ખૂબ જ ઉત્સાહથી માણે છે.

આ ઈડલી મશીન માત્ર 55 સેકન્ડમાં ગરમાગરમ ઈડલી સર્વ કરે છે. એટલું જ નહીં, આ મશીન, જે તાજી અને આરોગ્યપ્રદ ઇડલી બનાવે છે, તમારી સામે તમારો ઓર્ડર તૈયાર કર્યા પછી તેને પેક કરે છે. એટલે કે, 1 મિનિટથી ઓછા સમયમાં, તમે આ મશીનથી ઇડલી પેક કર્યા પછી ખાઈ શકો છો.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ મશીનનો વીડિયો શેર કર્યો છે. ફ્રેશ હોટ નામની સ્ટાર્ટઅપ કંપનીએ બેંગ્લોરમાં આ ઈડલીનું એટીએમ બનાવ્યું છે. તમે આ મશીન પર મેનુ સ્કેન કરીને તમારો ઓર્ડર આપી શકો છો. તમે ઈડલી સાથે કોઈપણ ઈચ્છિત સ્વાદ કે ચટણી ઉમેરી શકો છો. પેમેન્ટ પણ તમારા ફોનથી જ થાય છે. આ સંપૂર્ણ સ્વચાલિત ઈડલી એટીએમને એક સમયે 27 જેટલી ઈડલીનો ઓર્ડર આપી શકે છે.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો સાથે એક કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું કે ઘણા લોકોએ રોબોટિક ફૂડ તૈયાર કરવા અથવા વેન્ડિંગ મશીનની શોધ કરવાનો પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે આ મશીનમાં FSSAIના સલામતી ધોરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ઇડલી બનાવવા માટેના કાચા માલને યોગ્ય રીતે તાજો રાખવાની વ્યવસ્થા હશે. બેંગલુરુના લોકોને કહો કે તેનો ટેસ્ટ કેવો છે ? વિશ્વભરના મોલ્સ અથવા એરપોર્ટમાં તે મેળવીને મને આનંદ થશે. આ એક વિશાળ ‘સાંસ્કૃતિક નિકાસ’ હશે.

Niraj Patel