અક્ષય કુમારની “બેલબોટમ”માં આ દિગ્ગજ અભિનેત્રી બની ઇન્દિરા ગાંધી, જુઓ મેકઓવર વીડિયો મગજ કામ નહિ કરે

જે અભિનેત્રીએ ઇન્દિરા ગાંધીનો રોલ નીઅભાવો, એ અસલ જીવનમાં ખુબ જ હોટ અને બોલ્ડ છે- જુઓ PHOTOS

અક્ષય કુમારની ફિલ્મ “બેલબોટમ”નું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યુ છે. તેને સોશિયલ મીડિયા પર લોકો ઘણુ પસંદ કરી રહ્યા છે.

અભિનેતાને એક્શન અવતારને જોઇને તો લોકો ઘણા ખુશ છે. જો કે, ટ્રેલરમાં સૌથી વધારે ધ્યાન તો ઇન્દિરા ગાંધીના રોલે ખેંચ્યુ છે, જેને લારા દત્તા પ્લે કરી રહી છે. લારા દત્તાએ અને અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે, લારા દત્તા કેવી રીતે ઇન્દિરા ગાંધી બની ?

જો તમે પહેલી નજરમાં લારા દત્તાને ઇન્દિરા ગાંધીના રૂપમાં ફિલ્મના ટ્રેલરમાં જોશો તો નહિ ઓળખી શકો. આવા ઘણા ઓછા લોકો છે જેણે અભિનેત્રીના આ ટ્રાંસફોર્મેશનને પહેલી નજરમાં ઓળખી લીધુ. જેવું જ 3 ઓગસ્ટના રોજ જાસૂસી થ્રિલર ફિલ્મનું ટ્રેલર સામે આવ્યુ કે, તેમાં લારા દત્તા તરફથી નિભાવવામાં આવેલ દિવંગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભૂમિકાએ બધાનું ધ્યાન ખેંચ્યુ.

અભિનેત્રીને નેટિજન્સની ઘણી સરાહના મળી છે. આ માટે હવે તેણે એક BTS વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રશંસકોને મેકઅપ દરમિયાન તેના ચહેરા પર પરિવર્તનમાં એક ઝલક જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર લારા દત્તા દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો શેર કરતા લારા દત્તાએ લખ્યુ કે, મેં કયારેય વિચાર્યુ ન હતુ કે એક વ્યક્તિત્વને આવી રીતે ચિત્રિત કરવામાં આવશે BTS ક્લિપમાં દત્તાના વાળ અને ચહેરાને મેકઅપ કરતા જોઇ શકાય છે. ફિલ્મમાં લારાના સહ કલાકાર અને બોલિવુડના ખિલાડી અક્ષય કુમારે પણ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મેકઅપ આર્ટિસ્ટ અને અભિનેત્રીની પ્રશંસા કરી છે.

ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લારા દત્તાએ કહ્યુ હતુ કે, તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે અને તેણે આ પરિવર્તનને એક પડકાર કહ્યુ કારણ કે આ કોઇ ચરિત્રની શારિરીક ભાષાને બરાબર કરવાનું કામ હતુ. પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ કહ્યુ કે, જો કોઇ અનુમાન લગાવી શકે છે તો હું તેમના પરિવારના બધા સભ્યોને સિનેમાઘરોમાં ફ્રીમાં લઇ જઇશ.

તમને જણાવી દઇએ કે, લારા દત્તા પહેલા પણ એવી કેટલીક અભિનેત્રીઓ છે જે ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં સરાહના હાંસિલ કરી ચૂકી છે. તો ચાલો જાણી લઇએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

1.કંગના રનૌત : કંગના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપિક થલાઇવી બાદ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી પર બની રહેલી ફિલ્મ ઇમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તે પ્રોસ્થેટિક મેકઅપના ઉપયોગથી પૂર્વ પીએમના પાત્રમાં ઢળશે. થલાઇવીનું ટ્રેલર જારી કરી દેવામાં આવ્યુ છે, જેમાં અભિનેત્રીએ ખૂબ જ સારી રીતે જયલલિતાનું પાત્ર નિભાવ્યુ છે.

2.અવંતિકા અકરેકર : વર્ષ 2019માં રીલિઝ થયેલ નવાઝુદ્દીન સિદ્દીકી અને અમૃતા રાવ સ્ટારર ફિલ્મ ઠાકરે શિવસેનાના ફાઉન્ડરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીનો રોલ અવંતિકા અકરેકરે પ્લે કર્યો હતો.

3.સરિતા ચૌધરી : સલમાન રૂશ્દીની નોવલ પર આધારિત ફિલ્મ મિડનાઇટ ચિલ્ડ્રનમાં ઇંગ્લિશ અભિનેત્રી સરિતા ચૌધરીએ સરાહનીય રીતે ઇન્દિરા ગાંધીનો રોલ અદા કર્યો હતો.

4.સુપ્રિયા વિનોદ : અભિનેત્રી સુપ્રિયા વિનોદ એવી અભિનેત્રી છે જેમણે એક નહિ પરંતુ બે વાર પૂર્વ પીએમનો રોલ પ્લે કર્યો છે. પહેલી ફિલ્મ કીર્તિ કુલ્હારીની ફિલ્મ ઇંદુ સરકાર હતી, ત્યાં બીજીવાર મરાઠી ફિલ્મ યશવંતરાવ ચાવન-બખાર એકા વદાલ્ચી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીનો કોમિયો રોલ હતો.

5.કિશોરી સહાણે : વર્ષ 2019માં રીલિઝ થયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં ટીવી અભિનેત્રી કિશોરી સહાણેએ ઇન્દિરા ગાંધીનો રોલ પ્લે કર્યો હતો. ઓમંગ કુમારના નિર્દેશનમાં આ ફિલ્મ બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi)

Shah Jina