સોના કરતાં મોંઘી છે હો અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

આખી દુનિયામાં અત્યારે અયોધ્યાની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે રામલલાની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. જો કે, આ બધા વચ્ચે અયોધ્યાની જમીનની કિંમતો સતત વધતી જઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિની તરફેણમાં નિર્ણય આપ્યો, ત્યારથી જમીનની કિંમતોએ આકાશને સ્પર્શવાનું શરૂ કર્યું.

આજે સ્થિતિ એવી છે કે થોડા વર્ષો પહેલા જે જમીનની કિંમત લાખોમાં હતી તે હવે કરોડોમાં પહોંચી ગઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ અંગે એક અહેવાલ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે 2019માં જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ મંદિરની તરફેણમાં આવ્યો ત્યારે મંદિરની આસપાસની જમીનના દરો વધવા લાગ્યા. ઓછામાં ઓછો 25થી30 ટકાનો વધારો નોંધાયો. આવનારા સમયમાં અયોધ્યામાં ખાસ કરીને રામ મંદિરની આસપાસના વિસ્તારમાં જમીનના દરો વધુ વધવાના છે.

જ્યારે ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ વર્ષ પહેલા અયોધ્યામાં જે દરે જમીન મળી રહી હતી તેમાં આજે પાંચથી 10 ગણો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે પાંચ વર્ષ પહેલા એક જમીનની કિંમત 35 લાખ રૂપિયા હતી, આજે તે જમીનની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

અયોધ્યામાં જમીનના ભાવ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે.જણાવી દઇએ કે, એક સમયે ઉજ્જડ રહેતી અયોધ્યા આજે ચમકી રહી છે. રામનગરીમાં બે જ વર્ષમાં 80 હજાર રજિસ્ટ્રી થઈ છે અને આ ટ્રેન્ડ ચાલુ છે જે અન્ય ધાર્મિક શહેર કાશીનો રેકોર્ડ તોડી શકે છે. અયોધ્યામાં જે પહેલા જમીનની કિંમત હતી, તે આજે નોઈડા અને લખનઉની જેમ સ્ક્વેર ફૂટ સુધી આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, પર્યટન વિભાગના આંકડા અનુસાર, પહેલા દર વર્ષે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા અયોધ્યા આવતા અને હવે રામ મંદિરના નિર્માણ બાદ અંદાજ છે કે આ આંકડો વાર્ષિક આશરે બે કરોડ સુધી પહોંચી શકે છે. એટલે કે આને કારણે હવે અયોધ્યામાં હોસ્પિટાલિટી સેક્ટરમાં દર વર્ષે લગભગ 20 થી 30 હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે.

Shah Jina