6 કરોડની લેમ્બોર્ગીની ગાડી લઈને પેટ્રોલ પંપ ઉપર ગયો આ ભાઈ અને કર્મચારીને કહ્યું “10 રૂપિયાનું પેટ્રોલ નાખ”, વીડિયો જોઈને હેરાન રહી જશો

લકઝરીયસ ગાડી લઈને ફરવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ સપનું ઘણા જ ઓછા લોકો સાકાર કરી શકે છે. લક્ઝુરિયસ ગાડીઓમાં તેનું ફ્યુઅલ પણ ઘણું મોંઘુ હોય છે અને એવરેજ પણ બીજી ગાડીઓ કરતા ઓછી આપતી હોય છે. તો જે લોકો લક્ઝુરિયસ ગાડીઓ વાપરતા હશે તે હજારોનું ફ્યુઅલ તો ભરાવતા જ હશે.

આપણે પણ સામાન્ય રીતે બાઈક કે સ્કૂટર લઈને પેટ્રોલ પંપ ઉપર જઈએ ત્યારે 50થી ઉપરનું જ પેટ્રોલ ભરાવતા હોઈએ છીએ, તો ગાડીમાં તો 500થી નીચેનું ભરાવીએ જ નહિ, પરંતુ તમે કોઈ લક્ઝુરિયસ કાર લઈને પેટ્રોલ પંપ ઉપર જાવ અને 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવો તો પેટ્રોલ પંપના કર્મચારીના રિએક્શન કેવા હશે ?

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ 6 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ લેમ્બોર્ગીની લઈને પેટ્રોલ પંપ ઉપર જાય છે અને ત્યાં જઈને તે ફક્ત 10 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહે છે. જો કે આ એક પ્રેન્ક વીડિયો છે જેને અમિત શર્માએ તેમની યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કર્યો છે.

આ વીડિયો ગુરુગ્રામમાં શૂટ કરવામાં આવ્યો છે. જેમાં યુટ્યુબર અમિત શર્મા એક પેન વીડિયો શૂટ કરવા માટે નીકળે છે. તે પણ શાનદાર નવી નક્કોર 6 કરોડની કિંમતની Lamborghini Aventador કાર સાથે. જેમાં પહેલાથી જ નક્કી હતું કે તે પેટ્રોલ પંપ ઉપર જશે અને 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે કહેશે.

અમિત પેટ્રોલ પંપ ઉપર જાય છે અને પોતાની પાસે રહેલા નોટોના બંડલમાંથી એક 10 રૂપિયાનો નોટ બહાર કાઢે છે અને પેટ્રોલ પંપના કર્મચારીને 10 રૂપિયાનું પેટ્રોલ નાખવા માટે કહે છે, આ સાંભળીને કર્મચારી પણ હેરાન થઇ જાય છે. પછી તે 10 રૂપિયાનું પેટ્રોલ નાખી આપી છે.

અમિત એક નહિ પરંતુ બીજા પણ કેટલાક પેટ્રોલ પંપ ઉપર 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે જાય છે. એક પેટ્રોલ પંપ ઉપર તો તે ફક્ત 1 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહે છે, જેને સાંભળીને કર્મચારી ઓછામાં ઓછું 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે કહે છે, જેના બાદ અમિત 51 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે.

જો કે અમિત વીડિયોના અંતમાં કહે છે કે આ એક પ્રેન્ક વીડિયો છે અને તે છેલ્લે ગાડીની ટાંકી પણ ફૂલ કરાવે છે. અમિત શર્માની યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, જેને લાખો લોકોએ નિહાળ્યા છે, તેમના વીડિયોની અંદર આવા જ હેરતઅંગેજ પ્રેન્ક અને હેરાન કરી દેનારા વીડિયો પણ જોવા મળે છે.

Niraj Patel