આજે લોકો ઘણીક બનાવ માટે તનતોડ મહેનત કરતા હોય છે. તનતોડ મહેનત કરીને પૈસા તો કમાઈ લે છે. પરંતુ તેની પાસે તે પૈસા ટકતા નથી. ત્યારે ઘણીવાર માણસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે નિતનવા ઉપાય અજમાવતા હોય છે. તો પણ તેની પાસે પૈસા ટકતા નથી હોતા। તો ઘણી વાર લોકો જ્યોતિષશાસ્ત્રનો પણ સહારો લે છે. ત્યારે તે ફાયદેમંદ સાબિત થાય છે. જો તમારે પૈસા ટકાવી રાખવા હોય તો કરો આ સામાન્ય ઉપાય
- પીળી કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. પાંચ પીળી કોડીને લાલ કપડામાં વીંટાળીને કબાટની તિજોરીમાં રાખવાથી તિજોરીમાં પીસની ક્યારે પણ ખામી જ નથી વર્તાતી.
- ઘરના ઈશાન ખૂણામાં હંમેશા એક પાણી ભરેલો કળશ રાખ્વાથી સકારાત્મકતા આવે છે. આ ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે.
- સમુદ્રમંથન દસમયે 14 રત્નો પ્રાપ્ત થયા હતા. તે સમયે એક શંખ પણ પ્રાપ્ત થયો હતો. શંખને ઘરમાં રાખવાથી શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શુદ્ધ જગ્યા પર શંખ રાખવામાં આવે તો ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. પૈસાની ક્યારે પણ તંગી નથી થતી.
- પૂજા સ્થાન પર કનકધારા સ્ત્રોત રાખવાથી માં લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. કનકસ્ત્રોતનો રોજ પાઠ કરવાથી ક્યારે પણ ધનની કમી નથી રહેતી.
- ઘરના પ્રવેશદ્વાર પર ગણેશજીની બેસેલી મૂર્તિ રાખવાને પણ શુભ માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને રાખ્વાથી ઘરમાં ખુશહાલી, સમૃદ્ધિ આવે છે.
- જે લોકો ધંધામાં પ્રગતિ ઇચ્છતા હોય તે તેના ઘર કે દુકાનમાં ફેંગશુઈની આઈટમ રાખવી જોઈએ. જેમ કે, કાચબો ડ્રેગન વગેરે. જેનાથી ધંધામાં લાભ થાય છે.
- ઘરની તિજોરીમાં કમળકાકડીના બી રાખવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.સાથે જ લક્ષ્મીજીની કૃપા થાય છે.