ધાર્મિક-દુનિયા

અમદાવાદના આ હનુમાન મંદિરમાં 11 હજારથી વધારે પ્રેમીપંખીડા કરી ચૂક્યા છે લગ્ન, ગરીબોને ફીમાંથી માફી મળે છે, જાણો આ મંદિરનો રસપ્રદ ઇતિહાસ..!!

આપણે ઘણા કિસ્સાઓ જોયા છે પ્રેમ વિવાહના, જેમાં પ્રેમી યુગલના પરિવાર માની જાય તો ખુશી ખુશી ધામધૂમથી લગ્ન થાય છે, અને જો પરિવાર તેમના આ પ્રેમ સબંધને સ્વીકારવાની ના પાડી દે તો તેઓ અલગ થઇ જાય છે. ઘણા પ્રેમી યુગલો એવા પણ હોય છે જે સમાજ અને પરિવારની વાત ન માનીને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી લે છે. ત્યારે ઘણા યુગલો એવા છે કે જેમને ઘરેથી ભાગીને લગ્ન પણ કર્યા હોય. અમદાવાદમાં આવું એક મંદિર આવેલું છે, જ્યા પ્રેમી યુગલો આવીને લગ્ન કરીને સાત જન્મોના બંધનમાં બંધાઈ જાય છે.

Image Source

અમદાવાદમા લગનિયા હનુમાન મંદિર મંદિર આવેલું છે જ્યાં પ્રેમ વિવાહ કરવા માટે પ્રેમી પંખીડાઓ દૂર દૂર ભાગી જવાને બદલે અહીં આવી હનુમાનદાદાના આશીર્વાદ લઈને લગ્ન કરે છે. આ મંદિરમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં પ્રેમી યુગલ લગ્ન કરી ચૂક્યા છે અને તેમનો સુખી સંસાર માણી રહ્યા છે.

મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી તેમના ભક્તો પણ બ્રહ્મચર્ય પાળે છે. પરંતુ આ મંદિરમાં ઉલ્ટી પ્રથા છે. અહીં હનુમાનજી પોતે ભલે બ્રહ્મચારી હતા પરંતુ તેઓ પ્રેમી યુગલોને આશીર્વાદ આપી તેમના સંસારમાં સુખી રહેવાનુ વરદાન આપે છે.

Image Source

આપણો સમાજ, ઘર કે પરિવાર મોટાભાગે પ્રેમ વિવાહ કરનારને તિરસ્કારની નજરે જૂએ છે. એમની સાથે વર્તન પણ એવું જ કરવામાં આવતું હોય છે કે, જાણે તે લોકોએ પ્રેમ કરીને કોઈ મોટો ગુનો કર્યો ન હોય.

એવા પ્રેમી યુગલો અહીં હોંશે હોંશે આવે છે અને હનુમાનજીની સાક્ષીમાં સાતેય ભવના બંધનમાં બંધાઈ જાય છે. એ તો ઠીક પણ આ મંદિરમાં એવા ઘણા લોકોએ લગ્ન કર્યા છે જે લોકો સજાતીય સંબંધ ધરાવતા હોય છે.

Image Source

આ મંદિરના પૂજારીને લોકો વેલેન્ટાઇન બાબાના નામથી ઓળખે છે. ભૂકંપ આવ્યો એ સમય પછી અહીં લગ્ન કરવાની પ્રથા શરુ થઇ છે. એ પછી લગ્ન કરનાર યુગલ હનુમાનજીના આશીર્વાદથી ખૂબ જ સુખી થયા. એમના જીવનમાં કોઈ જ સંકટ આવ્યું નહી અને તેમની અલગ અને સુખી દુનિયા જોઈને ધીરે ધીરે આ પ્રથા બની ગઈ છે. હનુમાનજી પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી અહીં અત્યાર સુધીમાં એક કે બે નહી પણ પૂરા દસ હજારથી પણ વધારે પ્રેમી યુગલોએ લગ્ન કરી તેમના જીવનમાં ખુશ થયા છે.

જે લોકો અહીં મેરેજ કરવા માટે આવે છે તેમને ભવિષ્યમાં કોઈ જ તકલીફ ન પડે એટલા માટે આ મંદિરમાં લગ્નનું સાબિતી રૂપે ફોટાગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન કરાવતા પહેલા તેમનો આધાર કાર્ડ કે કોઈપણ માન્યતા ધરાવતું આઈ.ડી પ્રૂફ જરૂર ચેક કરવામાં આવે છે. તેમના પરિવારની પણ સંપૂર્ણ વિગતવાર લઈને મેરેજ રજીસ્ટ્રેશન સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Image Source

એવું કહેવાય છે કે આ સ્થળની નજીક પહેલા કોર્ટ હતી. પરંતુ અચાનક કોર્ટનું સ્થાનફેર થયું. જે લોકો પહેલા કોર્ટમાં લગ્ન કરતાં હતા. હવે એ લોકો આ મંદિરમાં આવીને લગ્ન કરે છે એ પણ આપણી સંસ્કૃતી મુજબ પૂરા રીત રિવાજ સાથે. એવું પણ બને છે કે ક્યારેય પ્રેમી યુગલ તેમના પૂરા પરિવાર સાથે આ સ્થળે આવીને ખુશી ખુશી લગ્ન કરી હનુમાનજીના આશીર્વાદ લે છે.

એવું પણ બને છે કે જે લોકોને ભાગીને લગ્ન નથી કરવા અને ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી લગ્ન કરવા છે તો તેઓ અહીં આવી હનુમાનજીને મનથી પ્રાર્થના કરે છે તો સમય જતાં એમના પરિવારના સભ્યો આ મેરેજ માટે ખુશ થઈને હા પાડે છે અને પછી પૂરા પરિવાર સાથે અહીં આવીને લગ્ન કરે છે અને દાદાના આશીર્વાદ લઈને નવા જીવનની શરૂઆત કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks