તારક મહેતામાં પોપટલાલના છક્કા છોડાવવાનારી આ લેડી ડિટેક્ટિવ કોણ છે ? ખુબ જ બોલ્ડ છે દેખાવમાં, જુઓ શાનદાર તસવીરો

આ લેડી ડિટેક્ટિવ રિયલ લાઈફમાં દેખાય છે બેહદ બોલ્ડ, ૧૦ તસવીરો જોઈને હોંશ ઉડી જશે

નાના પડદા ઉપર છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલો શો તારક મહેતા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, તો આ શોના પાત્રો પણ દર્શકોનું મન મોહી લે છે. તારક મહેતાના પાત્રોની પણ એક આગવી ઓળખ છે. આ શોની અંદર ઘણા જુના પાત્રો હંમેશા માટે આ શોને છોડીને ચાલ્યા ગયા છે તો ઘણા નવા પાત્રો પણ ઉમેરાઈ ગયા છે.

આ શોની અંદર આવતા નવા પાત્રો માટે ચાહકોના દિલમાં જગ્યા બનાવવી થોડી મુશ્કેલ છે છતાં પણ તે પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતવામાં સફળ રહે છે. તો હાલના સમયમાં તારક મહેતામાં ગ્લેમરનો તડકો જોવા મળી રહ્યો છે. આ શોમાં કેટલીક સુંદર અભિનેત્રીઓમાં એક લેડી ડિટેક્ટિવ આરાધના શર્મા પણ છે.

આરાધનાનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ત્યારે ઘણા દર્શકોના મનમાં એ પણ જણાવાની ઉત્સુકતા હશે કે આખરે આ આરાધના શર્મા છે કોણ ? ખુબ જ સુંદર દેખાતી આરાધના તેના અસલ જીવનમાં પણ ખુબ જ બોલ્ડ છે.

આરાધના શર્માએ સ્પ્લિટ્સવિલા 12માં પોતાનો જાદુ વિખેર્યો હતો અને હવે તે તારક મહેતામાં પોતાના અભિનયનો જાદુ ચલાવી રહી છે.  થોડા દિવસ પહેલા જ આરાધનાની એન્ટ્રી તારક મહેતામાં થઇ છે. આ શોમાં તે ડિટેક્ટિવના પાત્રમાં જોવા મળી રહી છે.

તારક મહેતામાં આરાધના એક લેડી ડિટેક્ટિવ છે અને જે ગુંડાઓ માટે કામ કરે છે. આ ધારાવાહિકમાં આરાધના પોપટલાલના છક્કા છોડાવતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાં હાલ દવાઓની કાળાબજારી ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે જ આરાધના શર્માની એન્ટ્રી થાય છે. જે હંમેશા ફોર્મલ ડ્રેસ પહેરીને નજર આવે છે.

તમને જણાવી દઈએ કે પહેલા આરાધના શર્મા સ્પ્લિટ્સવિલા-12માં નજર આવી ચુકી છે. જેમાં તેને બહુ જ મોટી ઓળખ મળી. સાથે જ તેના ફેન ફોલોઇંગમાં પણ ખુબ જ વધારો થયો. આરાધના સ્પ્લિટ્સવિલામાં તેના બોલ્ડ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી.

આરાધના અભિનેત્રી હોવાની સાથે સાથે એક ડાન્સર અને મોડલ પણ છે. આરાધનાએ “બુગી વુગી” ડાન્સ રિયાલિટી શો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ડાન્સ માટેનો તેનો પ્રેમ તેને “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” સુધી પણ લઇ આવ્યો હતો.

આ ઉપરાંત આરાધના શર્મા ડેલી શોનો પણ ભાગ રહી ચુકી છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પહેલા તે “અલાદ્દીન નામ તો સૂના હોગા” અને “હીરો ગાયબ”માં પણ નજર આવી ચુકી છે.

Niraj Patel