“જો કાલે મારી હત્યા થઈ જાય તો બધાને ખબર હોવી જોઈએ કે અક્ષયે કર્યું હતું, સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરણ જોહરે નહીં.”

શા કારણે આ અભિનેતાએ અક્ષય કુમાર પર લગાવ્યો આરોપ ? જાણો સમગ્ર મામલો

KRK Tweet Akshay Kumar :બોલીવુડના કલાકારોને ઘણીવાર ધમકીઓ મળવાના સમાચાર આવતા રહેતા હોય છે. તો ઘણીવાર કલાકારો એકબીજા કલાકારો પર પણ આરોપો મુકતા હોય છે. ત્યારે હાલમાં જ અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK  અક્ષય કુમાર પર નવો હુમલો કર્યો છે.  તેના લેટેસ્ટ ટ્વીટમાં કેઆરકેએ અક્ષય પર તેને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

KRKએ તેની ટ્વીટમાં અક્ષય કુમાર વિરુદ્ધ ક્રોધાવેશ કર્યો અને દાવો કર્યો કે તે તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે જો કાલે તેની હત્યા થઈ જાય તો બધાને ખબર હોવી જોઈએ કે અક્ષયે કર્યું હતું, સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરણ જોહરે નહીં. KRK આગળ જણાવે છે કે અક્કી લાંબા સમયથી તેને મારી નાખવાની કોશિશ કરી રહ્યો હતો કારણ કે તે નહોતો ઈચ્છતો કે KRK તેને ‘કેનેડિયન કુમાર’ કહે.

કેઆરકેએ ટ્વીટ કર્યું, ‘અક્ષય કુમાર સિવાય બોલિવૂડમાં મારા બધા સાથે સારા સંબંધો છે. તેણે જ મને જેલમાં મારી નાખવાની સોપારી આપી હતી અને મારી ધરપકડ કરાવી હતી. જેલમાંથી બહાર આવવામાં હું નસીબદાર હતો. તે ફરીથી મને પોલીસ સ્ટેશન કે જેલમાં મારી નાખવાની સોપારી આપી રહ્યો છે. જો મને કંઈ થશે તો તેના માટે અક્ષય કુમાર જ જવાબદાર રહેશે. @BeingSalmanKhan @iamsrk અથવા #KaranJohar ને મારી હત્યા સાથે કોઈ લેવાદેવા નથી.

આગામી ટ્વીટમાં ખુલાસો કરતાં, KRKએ કહ્યું કે અક્ષય કુમારે તેને ‘કેનેડિયન કુમાર’ ન કહેવા કહ્યું. જો કે, તે આગળ પૂછે છે કે જ્યારે તે કેનેડિયન નાગરિક છે જેની પાસે કેનેડામાં કરોડો રૂપિયાની સંપત્તિ છે તો તેણે આવું કેમ ન કહેવું જોઈએ.

KRKએ આગળની ટ્વિટમાં લખ્યું, ‘મિસ્ટર કેનેડિયન અક્ષય કુમારે સમજવું જોઈએ કે મને જેલમાં મોકલવાથી અથવા મારી નાખવાથી વાસ્તવિકતા બદલાશે નહીં. દુનિયા તેમને હંમેશા કેનેડિયન કુમાર કહેશે. અને જે દિવસે કેન્દ્રમાં સરકાર બદલાશે, કુમાર કાં તો ભારતથી ભાગી જશે અથવા જેલમાં જશે. તેને લખીને રાખો.”

Niraj Patel