યુટ્યુબર અરમાન મલિક એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં તે તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકાની પ્રેગ્નેંસીને કારણે ચર્ચમાં છે. અરમાનની બંને પત્નીઓ કૃતિકા અને પાયલ માતા બનવાની છે. એવા અહેવાલ હતા કે કૃતિકા એક બાળકને જ્યારે પાયલ બે જોડિયા બાળકોને જન્મ આપશે. જો કે, અરમાનની બીજી પત્ની કૃતિકા હવે માતા બની ગઇ છે, તેને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે હવે એક બાળકને જન્મ આપ્યો છે. જેના પછી તેમનો પરિવાર આનંદથી ઉછળી પડ્યો.
વાસ્તવમાં, જ્યારે કૃતિકા મલિકની તબિયત અચાનક બગડી તો અરમાન તરત જ તેને હોસ્પિટલમાં લઇ ગયો અને તેને દાખલ કરવામાં આવી. પણ રીપોર્ટ્સ આવ્યા બાદ તેની ડિલીવરી સ્થગિત કરાઇ. ત્યાં અરમાન તેની પત્ની કૃતિકા સાથે ઘરે પહોંચ્યો અને તેણે તેની સાસુ સાથે પ્રેંક કર્યો. અરમાને કહ્યુ કે, કૃતિકાએ એક દીકરીને જન્મઆ આપ્યો છે. આ ખુશખબરી સાંભળ્યા બાદ તેની માતા અને બહેન ખુશીથી ઝૂમી ઉઠ્યા અને તેઓ તેને મળવા ઘરે આવવાના હતા કે અરમાને કહ્યુ કે આ પ્રેંક છે હકિકત નથી.
અરમાન મલિકે આ વીડિયો પોતાના યુટ્યુબ હેન્ડલ પર મૂક્યો છે. અરમાન મલિકની બંને પત્નીઓ માતા બનવાની છે. પાયલ બીજીવાર ગર્ભવતી છે અને આ વખતે તે જોડિયા બાળકોને જન્મ આપશે. તેનો આઠમો મહિનો ચાલી રહ્યો છે. આ સાથે જ કૃતિકાનો નવમો મહિનો ચાલી રહ્યો છે અને તે પહેલી જ વાર તેના બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવાની છે. જણાવી દઇએ કે, અરમાન મલિકને તેની પહેલી પત્ની પાયલથી એક પુત્ર છે જેનું નામ ચિરાયુ છે.
અરમાન અને તેની બંને પત્નીઓ વારંવાર વ્લોગ દ્વારા ગર્ભાવસ્થાના ક્ષણોની ઝલક શેર કરતી રહે છે. હાલમાં જ અરમાનની બંને પત્નીઓએ મેટરનીટી ફોટોશૂટ કરાવ્યુ છે અને આની ઝલક પણ તેઓએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી 2018માં અરમાને પાયલની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા.
જો કે શરૂઆતના દિવસોમાં પાયલ તેના દીકરા સાથે પિયર ચાલી ગઇ હતી પણ પછી તે અરમાન વગર ન રહી શકી અને પરત ફરી, ત્યારથી પાયલ અને કૃતિકા અરમાન અને દીકરા ચિરાયુ સાથે રહે છે. બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. જણાવી દઇએ કે, અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાએ એક દીકરાને જન્મ આપ્યો છે અને તેની સી સેક્શન ડિલીવરી થઇ છે.