હવે તો ટાઇગર શ્રોફની બહેને પણ ઉતાર્યા કપડાં, ફોટોશૂટ જોતા જ ચાહકોના ઉડ્યા હોંશ

જેકી શ્રોફની દીકરીએ પણ ઉતાર્યા કપડાં, બધી હદો કરી પાર કરી નાખી- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેતા જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે ખૂબ જ વાયરલ થતી હોય છે. કૃષ્ણા શ્રોફ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી પરંતુ તે કોઇ બોલિવુડ હસીનાઓથી કમ નથી.

કૃષ્ણાની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તે સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરે છે, જેને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ કૃષ્ણાએ તેના ફોટોશૂટની તસવીર શેર કરી છે, જેમાં તે અત્યાર સુધીના સુપર હોટ અવતારમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં કૃષ્ણાએ હાથમાં ગ્લવ્સ પહેરેલા છે અને તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે. આ સાથે જ તેણે લેધર જીન્સ પહેર્યુ છે. આ જીન્સનું બટન ખુલ્લુ છે અને તેનુ ટેટુ પણ આ તસવીરમાં ફ્લોન્ટ થઇ રહ્યુ છે.  કૃષ્ણા ઘણીવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, પરંતુ આ વખતની તસવીર તો ચાહકોના હોંશ ઉડાવી દેનારી છે.

કૃષ્ણા શ્રોફે આ ફોટોશૂટને 2021નું સૌથી બહેતરીન ફોટોશૂટ જણાવ્યુ છે. દિશા પટનીએ આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે, આ બોડી તો કમાલની છે. ત્યાં જ એલી અવરામે પણ આ તસવીર પર કમેન્ટ કરી છે. તેણે લખ્યુ કે, આ તો કવર ઓફ ધ યર છે. આ તસવીર પર સેલેબ્સ ઉપરાંત ચાહકો પણ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, બોલિવુડમાં તો આગ લાગવાની છે. આ ઉપરાંત ઘણા ચાહકો આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે અને કૃષ્ણાની પ્રશંસા કરી રહ્યા છે.

કેટલાક દિવસ પહેલા જ કૃષ્ણાએ તેની બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો પર જયાં લોકોએ કૃષ્ણાની પ્રશંસા કરી ત્યાં જ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ હતુ. એક યુઝરે તો કમેન્ટ કરતા લખ્યુ કે, તમારો ભાઇ ટાઇગર કેટલો સારો છે અને તમે આટલા બેકાર. તમને શરમ નથી આવતી. આ તસવીર તમારા માતા પિતા નથી જોતા શું ?

ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા શ્રોફે છેલ્લા વર્ષે નવેમ્બર 2020માં તેના બોયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ. તેણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. એબન હાયમ્સએ આ વર્ષે જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તેના દિલની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, તે આજે પણ તેમની એક્સને પ્રેમ કરે છે.

કૃષ્ણા અને એબને એકબીજાને 2019ના જૂનમાં ડેટ કરવાનું શરૂ કર્યુ હતુુ. બંનેએ 2020માં જૂનમાં એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. ત્યાં જ 2020નાા નવેેમ્બર મહિનામાં તેઓનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક્સ બોયફ્રેન્ડ સાથેની તસવીરો અને વીડિયો ડિલીટ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

Shah Jina