આ વ્યક્તિએ ઘર બનાવવા માટે ના તોડ્યુ 88 વર્ષ જૂનુ ઝાડ, બનાવ્યુ એવું જોરદાર ઘર કે જુઓ તસવીરો

ઝાડની એક પણ ડાળી નથી કાપી હો…ચાર-ચાર  માળનો લક્ઝુરિયસ બંગલોની અંદરની તસવીરો જોઈને મોંઢામાં નાંખી દેશો આંગળા

આધુનિક દુનિયામાં ઘણા લોકો ઝાડ કાપવામાં લાગેલા છે ત્યારે કેટલાક પર્યાવરણ પ્રેમી એવા હોય છે કે જે પોતે લાખો કરોડોનો ઘાટો ખાઇ લેવા તૈયાર રહેતા હોય છે. પરંતુ પ્રકૃતિને નુકશાન પહોંચવા દેતા નથી. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છે  જેમના પર્યાવરણ પ્રેમે સૌનુ ધ્યાન ખેંચ્યુ છે.

રાજસ્થાનના ઉદયપુરમાં એક એન્જીનિયરે તેમના સપનાનું ઘર બનાવ્યુ છે. એન્જીનિયર કે.પી.સિંહે તેમનું ડ્રીમ હાઉસ 87-88 વર્ષ જૂની ઝાડ પર બનાવ્યુ છે. આ અનોખા ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આસપાસના લોકો વચ્ચે આ ઝાડ પર બનેલ ચાર માળના ઘરને કારણે કૌતુહલ સર્જાયુ છે.

લેકસિટી ઉદયપુરમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે એન્જીનિયર કેપી સિંહે કંઇક અલગ અંદાજમાં ઘર બનાવ્યુ છે. તેમણે પ્રકૃતિને કોઇ નુકશાન ના પહોંચે તે માટે 88 વર્ષ જૂના ઝાડ પર ચાર માળનું મકાન બનાવી દીધુ. તેમનુ આ ઘર દેશ-વિદેશમાં અનોખી ખૂબસુરતી માટે ચર્ચાનો વિષય બન્યુ છે. આ ઘરની અંદર એ બધી સુવિધાઓ છે, જે એક બંગલામાં હોય છે.

કંપી સિંહે તેમનું આ ઘર વર્ષ 2000માં બનાવ્યુ હતુ. જે જમીનથી 9 ફૂટ ઉપર છે. જેની ઊંચાઇ 40 ફૂટ સુધી છે. લગભગ ત્રણ હજાર સ્કેવર ફૂટના કારપેટ એરિયામાં બનેલા આ ઘરમાં બે બેડરૂમ, ડાયનિંગ સ્પેસ સાથે એક હોલ, એક લાઇબ્રેરી, કિચન, બે કમ્બાઇંડ ટોયલેટ્સ અને હવાદાર બાલકની છે.

આ ઘરની ખાસિયત એ છે કે, આ ઝાડના વિકાસમાં કોઇ બાધા ન પડે તે માટે વચ્ચે વચ્ચે કેટલીક જગ્યા છોડવામાં આવી છે. એ વાતનુ પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે, પ્રકૃતિ કે ઝાડને કોઇ નુકશાન ના પહોંચે. આ કારણ છે કે, ઝાડને સૂરજની ભરપૂર રોશની મળે છે અને તે સતત લીલુછમ બનેલ રહે છે. ત્યાં જયારે હવા ઝડપથી આવી રહી હોય ત્યારે પૂરુ ઘર ઝૂલવા લાગે છે.

આ ઘરની બીજી એક ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં કોઇ સીમેન્ટ કે કાંકરાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર મકાનને બનાવવા માટે સ્ટીલ સ્ટ્રક્ચર, સેલ્યુલર અને ફાઇબર શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આને ટ્રી હાઉસ નામ આપવામાં આવ્યુ છે.

આ અનોખુ ઘર હવામાં ઝૂમે છે. પરંતુ કોઇ પણ તોફાન આવે તો તેને કંઇ થતુ નથી. આ ભૂકંપ હિસાબથી બનાવવામાં આવ્યુ છે. આ ઘરને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં જગ્યા મળી છે. એન્જીનિયર કેપી સિંહ આને ગ્રિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાખલ કરાવાના છે.

Shah Jina