આ કારણે વિદ્યાર્થીનીએ પ્લાન કરી પોતાની જ કિડનેપિંગ…આવી રીતે ગંદા નાટકનો કર્યો પોલિસે પર્દાફાશ

રાજસ્થાનના કોટામાંથી એક છોકરીના અપહરણના સમાચાર હતા, યુવતીનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તેના હાથ-પગ બાંધેલા જોવા મળ્યા હતા. આ કેસમાં 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો કે આ મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કોટા સિટી એસપીએ કહ્યું કે- બાળકીનું અપહરણ થયું નથી.

અહેવાલ મુજબ, સિટી એસપીએ દાવો કર્યો કે યુવતીએ પોતે જ કિડનેપિંગનું પ્લાનિંગ કર્યું, તે વિદેશ ભણવા જવા માંગતી હતી. આથી તેણે અપહરણ કરી 30 લાખ રૂપિયાની ખંડણી માંગવાનું કાવતરું ઘડ્યું હતું. વિદ્યાર્થીની મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતી હતી. જણાવી દઈએ કે વિદ્યાર્થીના અપહરણની માહિતી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે આ મામલાની નોંધ લીધી હતી. આ મામલે તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે પણ વાત કરી હતી.

વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના શિવપુરીની તેમની 21 વર્ષની પુત્રી કોટાની હોસ્ટેલમાં રહે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણકારોએ તેમની પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માંગી. છોકરીના પિતાને કેટલાક ફોટોગ્રાફ્સ પણ મળ્યા જેમાં તેના હાથ-પગ બાંધેલા જોવા મળ્યા હતા.

શિવપુરી જિલ્લામાં રહેતી વિદ્યાર્થીનીનું રાજસ્થાનના કોટામાં કોચિંગ સેન્ટરમાંથી ખંડણી માટે કથિત રીતે અપહરણ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સાથે વાત કરી હતી. સિંધિયાએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીને ટૂંક સમયમાં અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવશે.

આ સમગ્ર મામલે એસપીએ માહિતી આપી કે કોઈ અપહરણ થયું નથી. મળેલા પુરાવા મુજબ આ અપહરણ નકલી હતું. આ આયોજનમાં વિદ્યાર્થીની સાથે તેના બે મિત્રો સામેલ હતા. તે અભ્યાસ માટે વિદેશ જવા માગતી હતી જેને કારણે તેને પૈસાની જરૂર હોવાથી આ કાવતરુ ઘડ્યુ. એવા અહેવાલ છે કે પોલીસે આ મામલામાં મધ્યપ્રદેશના ઈન્દોરથી યુવતીના મિત્રની અટકાયત કરી છે. અપહરણના સમાચાર 18 માર્ચના રોજ સામે આવ્યા હતા. યુવતી મધ્યપ્રદેશની છે અને કોટામાં NEETની તૈયારી કરી રહી હતી.

Shah Jina