ગાંધીનગરના દેરાસરમાં આજે થયો ચમત્કાર, દર વર્ષે આજના જ દિવસે બને છે એવી ઘટના કે વિજ્ઞાન પણ આ કોયડાને ઉકેલવામાં અસમર્થ

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદ ગાંધીનગર રોડ ઉપર કોબા પાસે આવેલા જૈન દેરાસરમાં બની છે.

ગાંધીનગરના કોબા પાસે આવેલા મહાવીર જૈન દેરાસરના મંદિરમાં આજે બપોરે બરાબર 2 અને 7 મિનિટી એક ખગોળીય ઘટના બની છે. જે કોઈ ચમત્કારથી કમ નથી માનવામાં આવતી. આ ઘટનામાં મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર સૂર્ય તિલક થાય છે, અને તેને જોવા માટે હજારો શ્રદ્ધાળુઓ પણ ઉમટી આવે છે, પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા નહોતા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર આ ઘટના 1987થી આ દેરાસરમાં જોવા મળે છે અને દર વર્ષે મે મહિનાની 22 તારીખે જ બરાબર 2 અને 7 મિનિટે આ ઘટના બને છે. જેમાં મહાવીર સ્વામીની પ્રતિમાના ભાલ ઉપર સૂર્ય તિલક જોવા મળે છે.

લગભગ ચાર મિનિટ સુધી ચાલેલા આ ભાલ સૂર્ય તિલકને ઓનલાઇન અને સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકોએ નિહાળ્યું હતું. આ વર્ષે કોરોનાના કારણે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે ભક્તો દ્વારા આ અદભુત નજારો સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો.

22મે 1985ના રોજ સાગર સમુદાયના ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતાં. તેમને કોબા ખાતે મહાવીર આરાધના ભવનમાં બપોરે 2 કલાકેને 7 મિનિટે અગ્નિદાહ અપાયો હતો. જેના બાદ જૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબે 1986માં આ જિનાલયની સ્થાપના કરી હતી.

વર્ષ 1987માં સૌ પ્રથમવાર જિનાલયમાં સૂર્યકિરણની ખગોળીય ઘટના બની. આ જિનાલયનું બાંધકામ શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. સૂર્ય તિલકની આ ઘટનાને સમજવામાં વિજ્ઞાન પણ ગોથા ખાઈ ગયું છે.

Niraj Patel