તમારી અંદર જો પ્રતિભા છુપાયેલી હોય અને તમારામાં જો મહેનત કરવાની ભાવના હોય તો કોઈપણ રસ્તો તમારા માટે મુશ્કેલ નથી હોતા, ઘણા લોકોની સફળતાનાં આવા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે. બોલીવુડની રંગીન દુનિયામાં પણ એવા ઘણા કલાકારો છે જે પોતાની આગવી મહેનત અને ખુબ જ ગરીબીમાંથી બહાર આવી અને આજે પોતાનું આગવું નામ પણ બનાવી શક્યા છે.
આવો જ એક અભિનેતા છે કેકે ગોસ્વામી. જેની હાઈટ ભલે ઓછી હતી પરંતુ તેને પોતાના કામથી એક મોટું નામ મેળવી લીધું છે. 46 વર્ષના આ અભિનેતાએ “ગુટરગુ” અને “વિકરાલ ગબરાલ” ધારાવાહિક દ્વારા ખુબ જ મોટી નામના મળેવી છે. કેકે ગોસ્વામી મુંબઈમાં રહે છે અને ખુબ જ ખુશીથી પોતાનું લગ્નજીવન વિતાવી રહ્યા છે.
કેકેની હાઈટ 3 ફૂટ છે. જયારે તેની પત્ની પીકુ તેનાથી ડબલ હાઈટ વાળી છે. પીકુની હાઈટ લગભગ 5 ફૂટ છે. બંનેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. આ જોડીને ટીવી જગતની એક અનોખી જોડીના રૂપમાં જોવામાં આવે છે.
કેકે ગોસ્વામી ત્યારે વધારે ચર્ચામાં આવ્યા હતા જયારે 22 વર્ષ પહેલા 1997માં આવેલી ધારાવાહિક “શક્તિમાન”થી તેમને પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ધારાવાહિકમાં તેમને ખલી-બલીનો રોલ પ્લે કર્યો હતો. કેકે ઘણા સમયથી ટીવી જગતમાં જોવા નથી મળ્યા. તેમને છેલ્લે 2017માં આવેલા શો “ત્રિદેવીયા”માં જોવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે પુકુ અને કેકેના લવ મેરેજ થયા છે. કેકે ગોસ્વામીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “જયારે હું પીકુને જોવા ગયો હતો ત્યારે તેના ઘરવાળાએ લગ્ન માટે ના પાડી દીધી હતી. કારણ હતું કે મારી હાઈટ ખુબ જ ઓછી હતી.” તો પીકુ કેકે સાથે જ લગ્ન કરવા માંગતી હતી જેના કારણે તેના પરિવારજનોને પીકુ અને કેકેના પ્રેમ આગળ ઝુકવુ પડ્યું અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
લગ્ન સમયે પણ કેકેને ડર હતો કે ક્યાંક બેન્ડ વાજા અને આખા ગામ સાથે જાન લઈને જવા ઉપર છોકરીએ છેલ્લા સમયે લગ્ન માટે ના પાડી દીધી તો શું થશે ? આવું થવા ઉપર આખા સમાજમાં બદનામી થશે. આ જ ડરના કારણે કેકેએ મંદિરમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હાલમાં બંનેને બે દીકરા પણ છે અને બંને દીકરાઓની ઊંચાઈ પણ ખુબ જ સારી છે.
કેકેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની જ નહિ પરંતુ તેમના ભાઈની ઉંચાઈ પણ ખુબ જ ઓછી છે. જયારે આ વાતની ખબર એક સર્કસ વાળાને પડી ત્યારે તે તેમના પિતાને મળવા માટે પહોંચ્યા. તે સર્કસ વાળાએ કેકેના પિતાને તેમને ખરીદવાની વાત જણાવી. બદલામાં પિતાને 50 હજાર રૂપિયા આપવાની પણ ઓફર કરી અને કહ્યું કે તેમને સર્કસનું કામ શીખવાડીશું.
એ સમયે કેકેની ઉંમર માત્ર 10-12 વર્ષ હતી. તેના પિતાએ સર્કસ વાળાની વાત ના માની અને ઓફર ઠુકરાવી દીધી. આજે કેકેનું ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું નામ બની ગયું છે, તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે.