કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ 3 આરોપીઓની ધરપકડ કરી, એકે તો એવું કામ કરેલું કે વિશ્વાસ નહિ આવે

ધંધુકામાં ગત 25 જાન્યુઆરીના રોજ થયેલા માલધારી યુવક કિશન ભરવાડની હત્યાના મામલામાં પોલીસ અને ગુજરાત એટીએસની તપાસનો ધમધમાટ શરૂ છે, આ મામલામાં અત્યાર સુધી 7 આરોપીઓને ઝડપી પાડવામા આવ્યા હતા, જેના બાદ હવે આ મામલામાં બીજા 3 આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે. કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી 10 જેટલા આરોપીઓની ધપરકડ કરી લેવામાં આવી છે.

હાલ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જયારે અન્ય એક આરોપીએ શબ્બીરને ભાગવામાં મદદ કરી હતી. હાલમાં આ ત્રણેય આરોપીઓ સાથે ગુજરાત એટીએસ વધુ પૂછપૂરછ કરી રહી છે. અનુમાન છે કે આ મામલામાં હજુ પણ બીજા ખુલાસા થઇ શકે છે.

પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં મોહમ્મદ રમીઝ સલીમભાઇ સેતા, મહંમદ હુસૈન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે, આ ત્રણેય આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને મદદ કરી હતી. કિશન હત્યાકાંડમાં પોલીસ અને એટીએસને એક પછી એક મહત્વની સફળતાઓ હાથ લાગી રહી છે.

આ પહેલા કિશન હત્યાકાંડમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ મામલામાં કોર્ટ સમક્ષ પોલીસ તરફથી ખાસ સરકારી વકીલ જે.સી. પટેલે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મૌલાના કમરગની ઉસ્માની ઉર્ફે ઉસ્માનમિયાં હબીબુદ્દીન ઉસ્માની તહેરીકે ફરોગે નામની સંસ્થા ચલાવી રહ્યો છે. મૌલાના અને તેની સંસ્થા કરાચની દાવત-એ-ઇસ્લામી સંગઠના સાથે સંકળાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

મૌલાના ભારતના જુદાં-જુદાં શહેરો અને વિસ્તારોમાં ફરીને ધાર્મિક ભડકાઉ ભાષણો આપી અને લોકોને ઉશ્કેરતો હતો. મૌલાના મોબ લિંચિંગ કરનારા લોકો અને તેમના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા લોકોને પાઠ ભણાવવા માટે તે તેમના સમુદાયના લોકોને ઉશ્કેરતો હતો. અગાઉ પણ ઉશ્કેરીણીજનક ભાષણ આપવા બદલ તેની સામે ત્રિપુરા રાજ્યમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદ બાદ તેની ધરપકડ પણ થઇ હતી અને જામીન મળ્યા હતા.

Niraj Patel