ડાયરામાં કમાને નચાવો છો એમ કહેતા લોકો પર બગડ્યા કિર્તીદાન ગઢવી, જુઓ શું કહ્યું કમાને નચાવવાની મેટર પર…
કોઠારીયા ગામના વતની એવા કમાની ઓળખ આજે ગુજરાતના દરેક ખૂણે ખૂણે જોવા મળી રહી છે. કમાની લોકપ્રિયતા એવી છે કે આજે તે જ્યાં પણ જાય ત્યાં લોકો તેની સાથે એક સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હોય છે. તે જે ડાયરામાં હાજરી આપે છે એ ડાયરામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતું હોય છે.
ત્યારે કમો પણ ડાયરામાં જઈને રંગ જમાવી દેતો હોય છે અને ખુલ્લા દિલથી તે નાચતો પણ જોવા મળે છે. ત્યારે ઘણા લોકોએ કમાના આ રીતે નાચવા પર પણ વિરોધ ઉઠાવ્યો હતો. કારણ કે કમો માનસિક રીતે દિવ્યાંગ છે અને તેના કારણે જ લોકો એમ કહેતા હતા કે ડાયરા કલાકારો પોતાના સ્વાર્થ માટે કમાને નચાવી રહ્યા છે.
ત્યારે આ મામલે એક ડાયરામાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ પણ કમાને આ રીતે નચાવનારા લોકોની બોલતી બંધ કરી દીધી હતી. કમાને આગળ લાવવામાં કિર્તીદાનનો ખુબ જ મોટો હાથ છે. તેમને જ કમાનો હાથ પકડ્યો અને આજે કમો જગ વિખ્યાત બની ગયો છે અને તેની નામના પણ ઠેર ઠેર વધી ગઈ છે.
કિર્તીદાન ડાયરામાં જણાવી રહ્યા છે કે મોટા મોટા કલાકારો મેકઅપ કરીને ડાન્સ કરતા હોય ત્યારે 24-25 હજાર કમાય, અમારા કોઠારીયાનો કમો ખાલી પાટલુન ચઢાવે તો પણ 5 લાખ લોકો જુએ. કમાની ફરમાઈશ દેશ વિદેશમાંથી આવે છે, દુબઈમાં, કેનેડામાં અને અમેરિકામાં પણ લોકો એમ કહે છે કે કમાને લઇ આવો.
કિર્તીદાન કમાનુ ગમતું ગીત રસિયો રૂપાળો વગાડતા પહેલા કહે છે કે, “ઘણા લોકો વિરોધ કરે છે કે કમાને નચાવવા લઇ જાય છે, તો ભાઈ, આ પ્રકારના બાળકો હોય દિવ્યાંગ, તેમને નૃત્યનો, સંગીતનો શોખ હોય, અમે ધરાર તેને નથી લઇ જતા ભાઈ. અને લઇ જાય છે તો આ કમાને હાજરી આપવાના લોકો 20 હજાર, 25 હજાર, 50 હજાર રૂપિયા આપે છે.”
કિર્તીદાન આગળ કહે છે કે “આ બહુ મોટી ઘટના છે. જેના બાદ તે કમાને પૂછે છે કે જાવું છે મેદાનમાં ? ત્યારે કમો પણ માથું હલાવીને હા કહે છે. અને પછી કિર્તીદાન કહે છે કે જો તેને જાવું છે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ લેજો, અમે કમાને ધરાર નચાવતા નથી, એને મજા આવે છે અને આત્મા જો કોઈનો આનંદ પામે, અમને મજા આવે છે એને મજા આવે છે.. થઇ જા કમા ઉભો..:” એમ કહીને રસિયો રૂપાળો ગીત શરૂ કરતા જ કમો સ્ટેજની નીચે જઈને પાટલુન ચઢાવી ડાન્સ કરવા લાગે છે.