લોક ગાયિકા અલ્પા પટેલના લગ્નમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ છેડ્યો “તેરી લાડકી મેં..” ગીતનો સુર, મહેમાનો પણ બની ગયા ભાવુક

ગુજરાતની લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલના લગ્ન ગત 17 ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી પૂર્ણ થયા. અલ્પા પટેલે લગ્નના સાત ફેરા ઉદય ગજેરા સાથે ફર્યા. તેમના લગ્નની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. તો અલ્પાબેનને આશીર્વાદ આપવા માટે ઘણા બધા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.

અલ્પાબેનના લગ્નમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ હાજરી આપી હતી, જેની પણ ઘણી તસવીરો સામે આવી છે. અલ્પાબેનના લગ્નમાં સાઈરામ દવે, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ જીગ્નેશ કવિરાજ જેવા દિગ્ગજો જોવા મળે છે. તેમને પણ અલ્પાબેનને મંગળ દામ્પત્ય જીવનના આશીવાર્દ પાઠવ્યા હતા.

ગુજરાતના ડાયરા સમ્રાટ તરીકે જાણીતા ગાયક કિર્તીદાન ગઢવીએ અલ્પાબેનના લગ્નનમાં મંગળ ફેરા સમયે “તેરી લાડકી મેં..” ગીતના સુર છેડ્યા હતા. જેના બાદ ત્યાં ઉપસ્થિત સૌ મહેમાનો પણ ભાવુક બની ગયા હતા. કિર્તીદાન ગઢવીનો કર્ણપ્રિય આવાજ સાંભળીને મહેમાનોની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી હતી.

લગ્નના ફેરા ફરી રહેલા અલ્પાબેન પણ કિર્તીદાન ગઢવીના મુખે ગવાયેલા આ ગીતને સાંભળીને ભાવુક બન્યા હતા અને તેમની આંખોમાંથી પણ આંસુઓ છલકી ઉઠ્યા હતા. કારણ કે આ ગીતના શબ્દો જ એવા છે જેને સાંભળીને કોઈપણ દીકરીની આંખોમાં આંસુઓ આવી જાય. આવો જ નજારો અલ્પાબેનના લગ્નમાં પણ જોવા મળ્યો હતો.

ગાયિકા અલ્પા પટેલના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવાયા હતા. તસવીરોમાં લગ્નની જાહોજલાલી જોવા મળી રહી છે. અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો સામે એવી છે. અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

વાત કરીએ અલ્પાબેન પટેલની તો જ્યારે તેમને તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાંથી ફક્ત 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે.

વીડિયોમાં જોઈ  શકાય છે કે કિર્તીદાન ગઢવી પોતાના સુમધુર અવાજની અંદર લાડકી ગીત લાલકારી રહ્યા છે અને મહેમાનોમાં બેઠેલા રાજભા ગઢવી પણ તેમને દાદ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel