અમેરિકાથી અઢી મહિને વતનમાં આવેલા કિર્તીદાન ગઢવીનું આરતીની થાળી લઈને પત્નીએ કર્યું હર્ષભેર સ્વાગત, ચાહકો ઢોલ નગારા સાથે ભવ્ય યાત્રા કાઢીને ઘર સુધી લઇ આવ્યા

ગુજરાતના લોકપ્રિય ગાયક અને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી છેલ્લા અઢી મહિનાથી અમેરિકાના વિવિધ સ્થળો ઉપર પોતાના ડાયરાની રમઝટ જમાવી રહ્યા હતા, અમેરિકામાં પોતના સુર તાલના સથવારે તેમને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને મોજ કરાવી દીધી. જેના બાદ હવે તે પોતાના વતનમાં પરત ફર્યા છે. કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિ દાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

અમેરિકામાં યોજાયેલા કિર્તીદાનના ડાયરા પ્રસંગોમાં ડોલરિયો વરસાદ પણ થયો હતો, ત્યારે ભારતમાં પોતાના વતન પહોંચવા ઉપર કિર્તીદાન ઉપર ફૂલોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. કિર્તીદાનના પરત ફરવાની ખુશી તેમના ચાહકો અને તેમના પરિવારજનોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

અમેરિકાથી પરત રાજકોટ પોતાના ઘરે પધારતા ગુજરાત અને કાઠિયાવાડનું ગૌરવ સમાન કિર્તીદાન ગઢવીનું કિર્તીદાન અભિવાદન સમિતિ અને તેમના મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા જામનગર રોડ પર માધાપર ચોક નજીક ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ત્યારે તેઓ અઢી મહિના બાદ પરત રાજકોટમાં પોતાના ઘરે આવતા રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક સ્વામી નારાયણ મંદિર નજીક કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા કિર્તીદાન ગઢવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમના શુભેચ્છકોએ કિર્તીદાન ગઢવીને ફૂલડે વધાવ્યા હતા અને આ સમયે કિર્તીદાન ગઢવીએ તમામ લોકોનો આભાર માન્યો હતો.

કિર્તીદાન પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ભાવુક કરી દેનારી ક્ષણો પણ જોવા મળી હતી. કિર્તીદાનના પત્નીએ તેમની આરતી ઉતારીને સવગત કર્યું હતું, અને તેમને ભેટીને ભાવુક પણ થતા જોવા મળ્યા હતા.  જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં પણ સામે આવી છે.

કિર્તીદાન ગઢવીના વતન પરત આવવાની ખુશી તમેના મિત્ર અને સાહિત્યકાર એવા સાઈરામ દવે દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમને પણ કિર્તીદાન સાથેની એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી અને પોતાની ખુશીનું વર્ણન કર્યું છે.

સાંઈરામ દવેએ ફેસબુકમાં પોસ્ટ કરતા લખ્યું છે, જીગરજાન ભાઈબંધ કિર્તીદાન ગઢવીનું વોર્મ વેલકમ… પહેલું વેલકમ… અઢી મહિનાના સર્વોત્તમ અને સફળ અમેરિકાના પ્રવાસ બાદ બરોડામાં મેચિંગ તો જુઓ… ઉપરથી મેચિંગ લઈને આવ્યા છીએ…. મેરી દોસ્તી, મેરા પ્યાર…”

ગુજરાતના ડાયરા સમ્રાટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા લોકગાયક કિર્તીદાન ગઢવી અઢી મહિના અમેરિકાની ધરતી ઉપર ગરબા અને ડાયરાના કાર્યક્રમો કરીને પરત ફર્યા છે. અમેરિકાથી પરત ફરવા ઉપર કિર્તીદાન ગઢવીનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું, જેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.

ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે કીર્તિદાને ‘લાડકી’ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમનાં આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાનનું સન્માન કરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ કર્યા હતા. તેઓ આ કાર્યક્રમો દ્વારા આવનારા દિવસોમાં અનેક યોજના થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સાથે કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં તેઓનું નામ સામેલ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અને સાથે જ અમેરિકાના ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં.

અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, કિર્તીદાને ગાયેલી જાણીતી રચના તેરી લાડકી… લાખો લોકોના ઘર ઘરમાં વાગતા હોય છે. વજ્ર જેવો કોઈ પણ કઠણ હ્રદયવાળો વ્યક્તિ પણ આ સોન્ગ સાંભળે તો પીગળી જાય છે. 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી આ રચના રજૂ કરી હતી. આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જે ના માં-બાપ આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી. આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે.


આ ઉપરાંત કિર્તીદાને પણ તેમના સોશિયલ મીડિયા  એકાઉન્ટ ઇસ્ટગ્રામ ઉપર પણ ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે કિર્તીદાન ગઢવીનું ઢોલ, નગારા અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં કિર્તીદાન ગઢવીની પત્ની તેમનું આરતી ઉતારીને સ્વાગત કરતા પણ જોવા મળી રહી છે. જેના બેકગ્રાઉન્ડમાં “બહારો ફૂલ બરસાવો, મેરા મહેબૂબ આયા હે !” ગીત વાગી રહ્યું છે અને કેપશનમાં પણ કિર્તીદાને આજ લાઈન લખી છે.

કિર્તીદાન ગઢવી અમેરિકામાં જે કાર્યક્રમો કર્યા તેની પાછળનો પણ એક ઉદ્દેશ હતો, તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને તેની પણ માહિતી શેર કરી છે, જેમાં તે જણાવી રહ્યા છે, કે તેમના માટે આ સન્માન મળવું કેટલા ગૌરવની વાત છે.

Niraj Patel