Kiran Kumar Birthday: બોલિવૂડના શ્રેષ્ઠ વિલનના પુત્રએ આ રીતે બનાવી પોતાની ઓળખ

બોલિવૂડના ‘Lotiya Patahn’ નો આજે જન્મ દિવસ

બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન લોકોને કિરણ કુમારની ઓળખ આપવાની જરૂર નથી. અભિનેતા કિરણ કુમાર ભારતીય સિનેમાનો પ્રખ્યાત ચહેરો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મો હોય કે ટીવી સિરિયસ તેમણે પોતાના દમદાર અભિનયથી અલજ ઓળખ ઉભી કરી છે. 20 ઓક્ટોબર 1953ના રોજ મુંબઈમાં જન્મેલા કિરણ કુમારના પિતા જીવન કુમાર પીઢ અભિનેતા હતા. કિરણ કુમારના પિતા ભારતીય સિનેમાના શ્રેષ્ઠ ખલનાયકોમાંના એક ગણાય છે.

નોંધનિય છે કે, નાનપણથી જ તે સિનેમા સાથેના પરિવારના સંબંધોને કારણે સિનેમેટિક વાતાવરણમાં ઉછર્યા હતા. તે ફિલ્મોમાં આવતા પહેલા થિયેટર કરતા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ ઈન્દોરમાં થયું. મુંબઈ આવ્યા બાદ તેમણે આરડી નેશનલ કોલેજમાં એડમિશન લીધું. ત્યારથી, અભિનય તરફ તેમનું વલણ વધવા લાગ્યું, તેથી તેમણે પુણેની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી અભિનયનો અભ્યાસ કર્યો. અભિનયનો અભ્યાસ કર્યા પછી, તેણે પિતાની ઓળખાણનો ઉપયોગ કરીને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

ટીવીમાં પણ સ્ટાર બની ગયા : કિરણ કુમારે પોતાના અભિનયની શરૂઆત ફિલ્મ ‘દો બૂંદ પાની’ થી કરી હતી. ત્યારથી, તે ચાલાક, ક્રિમિનલ, આઝાદ મોહબ્બત, મિસ્ટર રોમિયો, કાલાબજાર, મહાદેવ જેવી ઘણી ફિલ્મોમાં દેખાયા. જ્યારે તેણે ફિલ્મોમાંથી ટીવીની દુનિયામાં ફેરબદલ કર્યું, ત્યારે ત્યાં પણ તેની અભિનય ક્ષમતાથી થોડા સમયમાં ટીવીના પણ સ્ટાર બની ગયા. કિરણ કુમારે ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે તે ક્યારેય તેના પિતાના સ્તરના અભિનેતા બની શકશે નહીં. તેના પિતા જેવા અભિનેતા ફિલ્મ ઉદ્યોગ માટે વરદાન છે.

કિરણ કુમારની પત્ની સુષ્મા શર્મા એક ગુજરાતી અભિનેત્રી છે. બંનેને બે બાળકો છે, પુત્રનું નામ શૌર્ય અને પુત્રીનું નામ સૃષ્ટિ છે. બંને બાળકો સિનેમાની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે કામ કરી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું : કિરણ કુમારે રાકેશ રોશનની ફિલ્મ ખુદગર્જથી હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી. તે આ ફિલ્મમાં વિલન બન્યા હતા. ત્યારથી, તે હીરો તેમજ ખલનાયકના પાત્રો માટે ઓળખાય છે. આ પછી, તેણે પ્યાર કિયા તો ડરના ક્યા, તેઝાબ, આજ કી આગ, ધડકન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી ફિલ્મોની સાથે સાથે તેઓ ગુજરાતી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ ખૂબ સક્રિય હતા. તેમણે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો જેમ કે ઝિંદગી, ઘુટન, શપથ સાહિલ, કથા સાગર, આર્યમાન, અહેસાસ, પૃથ્વી વલ્લભ અને મંઝિલ વગેરેમાં કામ કર્યું.

YC