સુરતમાં એક કિન્નરે કેફી દ્રવ્યનું પાણી બિલ્ડરની પત્ની અને પુત્રવધુને પીવડાવ્યા બાદ કરી નાખ્યો એવો કાંડ કે…

કિન્નરો તમારા ઘરે આવે તો સાવધાન, સુરતમાં ઘરમાં અંદર આવીને બિલ્ડરની પત્ની અને પુત્રવધુ સાથે જે કર્યું એ સાંભળીને વિશ્વાસ ઉઠી જશે

હાલ ગુજરાતના સુરતમાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કિન્નરે માતાજીના દિવાના તેલ માટે રૂપિયા માંગ્યા અને તે બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધુને કંઇક પીવડાવી બેહોશ કરી નાખ્યા હતા. જે બાદ તેણે ઘરમાંથી રોકડા રૂપિયા અને જ્વેલરી મળીને 1 લાખ 42 હજાર 100 રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. લમ્બે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. જયારે રવિવારના રોજ સવારે પ્રકાશભાઇની પત્ની વિલાસબેન અને પુત્રવધુ રિતિકા ઘરે એકલા હતા. ત્યારે 11 વાગ્યા આસપાસ એક કિન્નર આવ્યા હતા.

આ કિન્નરે પ્રકાશભાઇની પત્ની વિલાસબેન પાસે માતાજીના દિવાના તેલ માટે 21 હજાર 880 રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ વિલાસબેને કહ્યુ હતુ કે રૂપિયા નથી પરંતુ તેમણે સવા કિલો ઘી આપવાની વાત કરી હતી. આવું કહ્યા બાદ કિન્નરે કહ્યુ કે આવડો મોટો બંગલો છે ને ઘરમાં પૈસા પણ નથી રાખતા. તે બાદ વિલાસબેન પાસે કિન્નરે પાણી માંગ્યુ હતુ અને તે બાદ તેઓ પાણી લેવા રસોડામાં ગયા હતા.કિન્નરે ગ્લાસમાંથી થોડુ પાણી પીધુ એને તે બાદ થોડુ પાણી ગ્લાસમાં રાખ્યું હતું. જે બાદ કિન્નરે એક ગ્લાસમાં કંકુ અને ચોખાવાળું પાણી માંગ્યુ હતુ અને વિલાસબેન રસોડામાં જઈને તે પણ લઈને આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

ત્યાર બાદ કિન્નરે પહેલા ગ્લાસનું વધેલું પાણી વિલાસબેન અને રિતિકાના હથેળીમાં આપ્યુ અને માતાજીનું નામ લઈને પાણી પીવાનું કહ્યું હતું. વિલાસબેન અને તેમની પુત્રવધુ રિતિકાબેન બંને કિન્નરે આપેલુ પાણી પી ગયા હતા. કિન્નરે આ પાણીમાં કેફી દ્વવ્ય એટલે કે ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હતો જેના કારણે તે બંને બેહોશ થઈ ગયા હતા. થોડા સમયમાં તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમણે જોયુ તો ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો. કિન્નર ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા મળીને કુલ રૂ. 142100ની ચોરી કરીને નાસી ગયો હતો.

Shah Jina