ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની ગાયિકીના ચાહકો આફરીન છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા પણ વધી રહી છે.ત્યારે હાલમાં જ કિંજલ દવેએ એક મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે જેની તસવીરો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે.
કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ તે શેર કરતી રહે છે. તેની તસવીરોમાં કિંજલ દવેનો નોખો અંદાજ પણ જોવા મળે છે. કિંજલ દવે ઘણીવાર તેના ભાવિ પતિ પવન જોશી સાથે પણ તસવીરો શેર કરે છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.
કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહિ ગુજરાત બહાર પણ ઘણા ક્રાયક્રમો કરો છે, થોડા સમય પહેલા જ તે અમેરિકામાં પણ એક મહિના સુધી રોકાઈ હતી અને ત્યાં ઘણા કાર્યક્રમો તેને કર્યા હતા. કિંજલ દવેએ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ પોતાના ગીતોના તાલે મન મૂકીને ઝુમાવ્યા હતા.
તો થોડા દિવસ પહેલા જ કિંજલ દવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર પણ પહોંચી હતી અને જ્યાંથી પણ તેને કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે તારક મહેતાના મુખ્ય પાત્ર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ સાથે પણ જોવા મળી હતી, આ ઉપરાંત જે હિંચકા ઉપર તારક મહેતાના બાપુજી સિવાય જેઠાલાલ અને દયાબેન પણ ઝૂલતા હતા તે હિંચકા ઉપર તે પવન જોશી સાથે ઝૂલતા જોવા મળી હતી.
ત્યારે હાલમાં કિંજલે સોશિયલ મીડિયામાં પોતાની સિદ્ધિની કહાની પણ શેર કરી છે. કિંજલ દવેએ હાલમાં જ યુટ્યુબ ઉપર એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કિંજલ દવેની યુટ્યુબ ચેનલ કેડી ડીઝીટલ-કિંજલ દવે ઉપર 10 લાખ કરતા પણ વધુ સબસ્ક્રાઈબર પૂર્ણ થઇ ગયા છે, જેના કારણે તેને યુટ્યુબ દ્વારા ગોલ્ડન બટન દ્વારા સન્માનિત કરવામાં આવી છે, જેની ખુશીની તસવીરો કિંજલ દ્વારા શેર કરવામાં આવી છે.
કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરવાની સાથે જ લખ્યું છે, “આપ સૌના પ્રેમ અને સમર્થનના કારણે મારા યુટ્યુબના 10 લાખ સબસ્ક્રાઈબર માટે આભાર. આ સુવર્ણ બધા જ હૃદય વાળા લોકો માટે છે આ સુવર્ણ બટન.” કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર તેની બે તસવીરો શેર કરી છે જેમાં તેના હાથમાં ગોલ્ડાન એવોર્ડ જોઈ શકાય છે. તો અન્ય એક તસ્વીરમાં ગોલ્ડન એવોર્ડ ઉપર મા ચેહરનું પણ પ્રતિબીંબ જોવા મળી રહ્યું છે.